હિમા દાસે 11 દિવસમાં જીત્યો ત્રીજો ગોલ્ડ મેડલ, અનસને 400 મીટરમાં ગોલ્ડ
આ પહેલા હિમાએ 7 જુલાઈએ પોલેન્ડમાં કુટનો એથલેટિક્સ મીટમાં 200 મીટર રેસને 23.97 સેકન્ડમાં પૂરી કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય રનર હિમા દાવે 11 દિવસની અંદર ત્રીજો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. હિમાએ શનિવારે ચેક રિપબ્લિકમાં યોજાયેલી ક્લાંદો મેમોરિયલ એથલેટિક્સમાં મહિલાઓની 200 મીટર રેસને 23.43 સેકન્ડમાં પૂરી કરી હતી. તો નેશનલ રેકોર્ડ હોલ્ડર મોહમ્મદ અનસે પણ 400 મીટર રેસમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. તેણે 45.21 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. બંન્નેએ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાઇ કરી લીધું છે.
આ પહેલા હિમાએ 7 જુલાઈએ પોલેન્ડમાં કુટનો એથલેટિક્સ મીટમાં 200 મીટર રેસને 23.97 સેકન્ડમાં પૂરી કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. હિમાએ 4 જુલાઈએ પણ પોજનાન એથલેટિક્સ ગ્રાં પ્રીમાં ગોલ્ડ જીત્યો હતો. પોજનાનમાં હિમાએ પ્રથમવાર 200 મીટર રેસમાં ભાગ લીધો હતો. તેણે 23.65 સેકન્ડમાં તે રેસ પૂરી કરીને ગોલ્ડ પોતાના નામે કર્યો હતો.
અનસે 11 દિવસમાં બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ જીત્યો
મોહમ્મદ અનસે પણ 11 દિવસની અંદર દેશ માટે 2 ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેચલ જીત્યો છે. કુટનો એથલેટિક્સ મીટમાં અનસે 400 મીટર રેસ 21.18 સેકન્ડમાં પૂરી કરી ગોલ્ડ જીત્યો હતો. જ્યારે પોજનાન એથલેટિક્સ ગ્રાં પ્રીમાં તે ત્રીજા સ્થાને રહ્યો હતો. તેણે પુરૂષોની 200 મીટર રેસને 20.75 સેકન્ડમાં પૂરી કરી હતી. આ સાથે તેણે બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે