Womens T20 World Cup: હેદર નાઇટે 66 બોલમાં ફટકારી સદી, ઈંગ્લેન્ડે થાઈલેન્ડને 98 રને હરાવ્યું


ઈંગ્લેન્ડે આઈસીસી મહિલા ટી20 વિશ્વકપના ગ્રુપ-બીના મુકાબલામાં થાઈલેન્ડને 98 રને પરાજય આપ્યો છે. આ જીતમાં હીરો રહી ઈંગ્લેન્ડની કેપ્ટન હેદર નાઇટે 66 બોલમાં 13 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 108 રન બનાવ્યા હતા. 

Womens T20 World Cup: હેદર નાઇટે 66  બોલમાં ફટકારી સદી, ઈંગ્લેન્ડે થાઈલેન્ડને 98 રને હરાવ્યું

કેનબરાઃ ઈંગ્લેન્ડની કેપ્ટન હેદર નાઇટે આઈસીસી મહિલા ટી20 વિશ્વકપના ગ્રુપ-બીના મુકાબલામાં થાઈલેન્ડન વિરુદ્ધ વિસ્ફોટક સદી ફટકારી હતી. તેણે ટીમના માત્ર 7 રનમાં બંન્ને ઓપનરો આઉટ થયા બાદ 66 બોલમાં 13 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 108 રન બનાવ્યા હતા. તેની તોફાની ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 176 રન બનાવ્યા હતા, તેનો ટી20 આંતરરાષ્ટ્રીયમાં સર્વોચ્ચ સ્કોર છે. ઈંગ્લેન્ડે આ મેચ 98 રનથી જીતી, જે ટૂર્નામેન્ટની સૌથી મોટી જીત છે. આ ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડની બે મેચોમાં પ્રથમ જીત છે. 

કેનબરાના મનુકા ઓવલ મેદાન પર રમાયેલી મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરના બીજા બોલ પર ઓપનર એમી એલન જોન્સ શૂન્ય રન પર આઉટ થઈ હતી. હજુ ટીમનો સ્કોર 7 રન હતો ત્યારે ડેનિએલા વેટ લાતેફના બોલ પર આઉટ થઈ હતી. તે પણ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફરી હતી. 

સૌથી મોટી પાર્ટનરશિપનો રેકોર્ડ
ત્યારબાદ નેટ સાઇવર અને કેપ્ટન હેદર નાઇટે મળીને ટીમનો સ્કોર 176 સુધી પહોંચાડ્યો હતો. નાઇટ અને સાઇવર (અણનમ 59)ની સાથે ત્રીજી વિકેટ માટે 169 રનની અણનમ ભાગીદારી કરી જે મહિલા ટી20 વિશ્વકપના ઈતિહાસમાં કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. 

They get their first win of this #T20WorldCup ✔️#ENGvTHA 📝 https://t.co/LX74kGIKsk pic.twitter.com/9lq8otiphu

— T20 World Cup (@T20WorldCup) February 26, 2020

ઈંગ્લેન્ડની ત્રીજી બેટ્સમેન
સાઇવરે 52 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 59 રન બનાવ્યા, જ્યારે નાઇટ 108 રન બનાવી અણનમ રહી હતી. તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં ઈંગ્લેન્ડ તરફથી સદી ફટકારનાર ત્રીજી મહિલા બેટ્સમેન બની છે. તેની પહેલા ઈંગ્લેન્ડ માટે તમસિન બ્યોમોન્ટ અને ડનિએલા વેટ (બે વખત) ફટાફટ ક્રિકેટમાં સદી ફટકારી ચુકી છે. રેકોર્ડ પર નજર કરીએ તો આ 14મી ઘટના હતી જ્યારે કોઈ મહિલા ક્રિકેટરે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સદી ફટકારી છે. 

98 રનથી જીતી મેચ
જવાબમાં વિપક્ષી ટીમ 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 78 રન બનાવી શકી હતી. આ રીતે તે 98 રનથી મેચ હારી ગઈ હતી. તેના માટે ઓપનર નાથકન ચંથામે સૌથી વધુ 32 રન બનાવ્યા, જ્યારે કોંચારકોંકઈએ 12 અને ચેઈવેઈએ અણનમ 19 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ માટે એની શ્રબસોલેએ 3 વિકેટ ઝડપી, જ્યારે સાઇવરને બે સફળતા મળી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news