જે મેદાન પર ગુજરાતના દીકરાએ દેખાડ્યો દમ, આ જ મેદાન પર તેને સ્ટ્રેચર પર લઈ જવાયો હતો
IND vs PAK: હાર્દિક પંડ્યાના હરફનમોલા અંદાજથી ભારતને પાકિસ્તા સામે ભવ્ય જીત અપાવી. પ્લેયર ઓફ દ મેચ હાર્દિકે 3 વિકેલ ઝડપી અને 33 મેચ વિનિંગ રન ફટકાર્યા. આ એ જ મેદાન છે, જ્યાંથી હાર્દિક પંડ્યાને 4 વર્ષ પહેલાં સ્ટ્રેચર પર લઈ જવો પડ્યો હતો.
Trending Photos
દુબઈઃ એશિયા કપની મેચમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ પોતાની પ્રતિભા દેખાડી અને ભારતને વિજય અપાવ્યા પછી જ અટક્યો.
હાર્દિકે ધોનીની સ્ટાઈલમાં સિક્સર ફટકારીને મેચનો અંત આણ્યો હતો. જે સમયે હાર્દિક બેટિંગ કરવા ઉતર્યો તે સમયે ભારતીય ટીમ મુશ્કેલીમાં હતી. છેલ્લી પાંચ ઓવરમાં જીતવા માટે 51 રનની જરૂર હતી. આવી સ્થિતિમાં હાર્દિકે 19મી ઓવરમાં ચોગ્ગાનો વરસાદ કર્યો હતો. ત્યારબાદ 20મી ઓવરમાં ટીમ ઈન્ડિયા માટે વિનિંગ સિક્સર ફટકારી હતી.
આ મેચ જીતીને હાર્દિક ભારતનો નવો હીરો બન્યો છે. જોકે, બહુ ઓછા લોકો જાણતા હશે કે ચાર વર્ષ પહેલા એશિયા કપમાં હાર્દિકને ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ તેને મેદાનની બહાર સ્ટ્રેચર પર લઈ જવો પડ્યો. જોકે, આ યાદો હાર્દિકના મનમાં તાજી હતી અને આ વખતે તે કોઈ ભૂલ કરવા માંગતો ન હતો.
તેણે ન માત્ર ટીમ ઈન્ડિયાને જીત અપાવી. પરંતુ તે જૂની યાદોને પણ પાછળ છોડી દીધી. ગત વર્ષે T20 વર્લ્ડ કપમાં પણ હાર્દિક તે ભૂમિકા સારી રીતે નિભાવી શક્યો નહોતો. જે બાદ તેને ટીમ પણ છોડવી પડી હતી. જોકે, આ વર્ષે રાષ્ટ્રીય ટીમમાં વાપસી થયા બાદ હાર્દિકે અનેક શાનદાર પ્રદર્શન કર્યા છે.
આ ઘટના એશિયા કપ 2018 દરમિયાન બની હતી. 19 સપ્ટેમ્બર 2018ના રોજ ભારતીય ટીમ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે હતી. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. હાર્દિક પાકિસ્તાનની ઈનિંગની 18મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો અને ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઓવરનો પાંચમો બોલ ફેંક્યા બાદ હાર્દિક પીડાથી રડતો જમીન પર પડ્યો હતો.
તેના સ્નાયુઓમાં તણાવ હતો. તે એટલી બધી પીડામાં હતો કે તે ઉભો પણ રહી શકતો ન હતો. ત્યારબાદ હાર્દિકને સ્ટ્રેચર પર બહાર લઈ જવો પડ્યો હતો. હાર્દિક સ્ટ્રેચર પર પણ આંખ ખોલી શક્યો ન હતો. તેની સાથે તેનો પ્રિય મિત્ર રાહુલ ઊભો હતો. ત્યારે લોકોને લાગ્યું કે હાર્દિકની કારકિર્દી કદાચ ખતમ થઈ જશે. પરંતુ તે ઈજામાંથી પાછો ફર્યો અને હવે દુબઈના આ જ મેદાન પર પાકિસ્તાન સામેની મેચ જીતીને દેશનો હીરો બન્યો છે.
હાર્દિક અનફિટ હોવા છતાં ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં રમ્યો હતો. અને તે પણ માત્ર બેટિંગ કરી રહ્યો હતો અને ઈજાને કારણે બોલિંગ કરી રહ્યો ન હતો. જોકે, તેને ટીમમાં સામેલ કરવા બદલ ભારતીય ટીમ મેનેજમેન્ટની ઘણી ટીકા થઈ હતી. લોકોએ કહ્યું હતું કે, હાર્દિકને પ્લેઈંગ-11માં જગ્યા ન આપવી જોઈતી હતી.
આ પછી હાર્દિકને ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. લોકો કહેવા લાગ્યા કે હાર્દિકની કારકિર્દી હવે પૂરી થઈ ગઈ છે. જો કે આ દરમિયાન હાર્દિકે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ઘણી મહેનત કરી, સંપૂર્ણ ફિટનેસ મેળવી અને IPLમાંથી મેદાનમાં પરત ફર્યો.
તેને IPLમાં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તેણે પોતાની ફ્રેન્ચાઇઝીને નિરાશ ન કરી. હાર્દિકે પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી. એટલું જ નહીં, તેણે લીગમાં બેટ અને બોલ બંનેથી જબરદસ્ત પ્રદર્શન કર્યું. હાર્દિકે IPLમાં 487 રન બનાવ્યા હતા.
તે ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ પણ રહ્યો હતો. તેણે કુલ આઠ વિકેટ પણ લીધી હતી. આ જબરદસ્ત પ્રદર્શન બાદ તેને આ વર્ષે જૂનમાં દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ પછી હાર્દિકે ગત મહિને ઈંગ્લેન્ડ સામે ટી20 શ્રેણી જીતવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિક હવે ટીમ ઈન્ડિયા માટે દરેક મર્જની દવા બની ગયો છે. બેટિંગ, બોલિંગથી લઈને મેચ ફિનિશર સુધી, હાર્દિક ભારતીય ટીમ માટે મહત્વની કડી સાબિત થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે