અનોખો શોખ છે આ ગુજરાતીનો, રૂપિયા નહીં પણ એવું કલેક્શન જેના વિશે તમે વિચારશો પણ નહીં

ઘણા લોકોને અવનવી વસ્તુઓની કલેક્શન એકત્રિત કરવાનો શોખ હોય છે. આવો જ શોખ મોરબીના વકીલ યુવાનને પણ છે. જેની પાસે ઘણી એન્ટિક કહી શકાય તેવી વસ્તુઓનો સંગ્રહ છે

અનોખો શોખ છે આ ગુજરાતીનો, રૂપિયા નહીં પણ એવું કલેક્શન જેના વિશે તમે વિચારશો પણ નહીં

હિમાંશુ ભટ્ટ, મોરબી: એકતાના પ્રતિક સમાન ગણેશોત્સવ આગામી દિવસોમાં દિવસોમાં આવી રહ્યો છે જેની તૈયારીઓ કરવા આવી રહી છે. ત્યારે આજકાલ નહીં પરંતુ વર્ષો પહેલા ઇન્ડોનેશિયામાં ફુગાવો ખુબ જ વધી ગયો હતો. ત્યારે ફુગાવાને કંટ્રોલ કરવા માટે મુસ્લિમ રાષ્ટ્ર હોવા છતાં પણ ઇન્ડોનેશિયાએ 20,000 રૂપિયાની ચલણી નોટ ઉપર ગણેશજીનું પોટ્રેટ મૂક્યું હતું અને ત્યાર બાદ ઇન્ડોનેશિયામાં ફુગાવો કંટ્રોલમાં આવી ગયો હતો. આવી જુદાજુદા ગણેશજીના સ્ટેમ્પ, સ્પેમ્પ પેપર અને ચલણી નોટના લીધે મોરબીનો વકીલ યુવાન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

ઘણા લોકોને અવનવી વસ્તુઓની કલેક્શન એકત્રિત કરવાનો શોખ હોય છે. આવો જ શોખ મોરબીના વકીલ યુવાનને પણ છે. જેની પાસે ઘણી એન્ટિક કહી શકાય તેવી વસ્તુઓનો સંગ્રહ છે. જેના લીધે તે હમેશા બાળકો સહિતનાઓમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. ત્યારે આગામી દિવસોમાં ગણેશોત્સવ આવી રહ્યો છે. ત્યારે મોરબીના યુવા વકીલ મિતેશભાઈ દવે પાસે અખંડ ભારતના સમયમાં જુદાજુદા રજવાડાઓ દ્વારા સ્ટેપ પેપર ઉપર, તેમજ પોસ્ટની ટિકિટમાં ગણેશજીને સ્થાન આપ્યું હતું તેનું કલેક્શન છે.

જેમાં ઇન્ડોનેશિયાની 20,000 ની ચલણી નોટ, નેપાળ, ભૂતાન અને થાઇલેન્ડની ચલણી નોટ તેમજ કુરુંદવાડ, સિનિયર મીરાજ, જુનિયર મીરાજ, સિનિયર સાંગલી, જુનિયર સાંગલી અને વાડી સ્ટેટની વર્ષો જૂની કોર્ટ ફી સ્ટેમ્પ અને સ્ટેમ પેપરનો સમાવેશ થાય છે. તેમના કહેવા મુજબ ઇન્ડોનેશિયામાં વર્ષો પહેલા ફુગાવો ખુબ જ વધી ગયો હતો. ત્યારે ફુગાવાને કંટ્રોલ કરવા માટે મુસ્લિમ રાષ્ટ્ર હોવા છતાં પણ ઇન્ડોનેશિયાએ 20,000 રૂપિયાની ચલણી નોટ ઉપર ગણેશજીનું પોટ્રેટ મૂક્યું હતું અને ત્યારબાદ ઇન્ડોનેશિયામાં ફુગાવો કંટ્રોલમાં આવી ગયો હતો.

હાલ મિતેશભાઈ વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલ છે. જો કે, તેને નાનપણથી જ વિવિધ સિક્કાઓ, ચલણી નોટ, પોસ્ટ ટિકીટને સંગ્રહ કરવાની શોખ હતો જેના લીધે તે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન ધરાવે છે અને તેના સંગ્રહમાં ભારતીય રિર્ઝવ બેંકના પ્રથમ ગર્વનરથી લઇ હાલના ગર્વનરની સહી સુધીના તમામ ગર્વનરની સહી વાળી નોટનો સમાવેશ થાય છે. તે ઉપરાંત વિશ્વના 192 સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશ સિવાય બીજા 93 ડેડ નેશન થઇને 285 દેશના ચલણ તથા ટપાલ ટીકીટ છે. અત્રે ઉલેખનીય છે કે, મીતેશભાઈએ લિમ્કા બુક ઓફ રેકોર્ડ, આસિસ્ટ વર્લ્ડ રેકોર્ડ, ઇંક્રેડીબલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, યુનિવર્સલ રેકોર્ડ ફોરમ અને વર્લ્ડ અમેઝીંગ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

સતત ચાર વખત લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવા મોરબીના આ વકીલ યુવાનને વર્ષો જૂની એન્ટિક વસ્તુઓ અને જૂની ચલણી, નોટ, જૂના ચલણી સિક્કા, પોસ્ટની જુદાજુદા ચલણી ટિકિટ, જુદાજુદા દેશની ચલણી નોટ વિગેરે એકત્રિત કરવાનો શોખ છે. જેના લીધે આજે તે મોરબીમાં તેના કલેક્શન માટે લોકોની આકર્ષણનું કેન્દ્ર છે. જેમાં ગણેશજીની સ્ટેમ્પ અને સ્ટેમ્પ પેપર પણ મહતવનું સ્થાન ધરાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news