T20 WC, IND vs NZ: ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, NZ સામેના મેચ પહેલાં પંડ્યાએ શરૂ કરી બોલિંગ પ્રેક્ટિસ

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફિટ છે અને હાર્દિકે બોલિંગ પ્રેક્ટિસ પણ શરૂ કરી દિધી છે. હાર્દિકે બુધવારે દુબઈમાં સ્ટ્રેન્થ અને કંડીશનિંગ કોચ સોહમ દેસાઈ અને ફિઝિયો નિતીન પટેલની દેખરેખ હેઠળ ફિટનેસ ટ્રેનિંગ કરી.

T20 WC, IND vs NZ: ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, NZ સામેના મેચ પહેલાં પંડ્યાએ શરૂ કરી બોલિંગ પ્રેક્ટિસ

રવિવારે ટીમ ઈન્ડિયા દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામે મેચ રમવા મેદાનમાં ઉતરશે. આ મહત્વની મેચ પહેલાં ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફિટ છે અને હાર્દિકે બોલિંગ પ્રેક્ટિસ પણ શરૂ કરી દિધી છે. ટી20 વર્લ્ડ કપ 2021 માટે ન્યૂઝીલેન્ડ સામેની મેચ માટે ટીમ ઈન્ડિયા તનતોડ પ્રેક્ટિસ કરી રહી છે. રવિવારે દુબઈમાં કરો યા મરોનો મેચ રમાવવા જઈ રહ્યો છે.

ત્યારે, આ મહત્વની મેચ પહેલાં ગેમ ચેજિંગ સમાચાર સામે આવી રહ્યા છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફિટ છે અને હાર્દિકે બોલિંગ પ્રેક્ટિસ પણ શરૂ કરી દિધી છે. હાર્દિકે બુધવારે દુબઈમાં સ્ટ્રેન્થ અને કંડીશનિંગ કોચ સોહમ દેસાઈ અને ફિઝિયો નિતીન પટેલની દેખરેખ હેઠળ ફિટનેસ ટ્રેનિંગ કરી. જે બાદ નેટ્સમાં હાર્દિકે ભુવનેશ્વર કુમાર અને શાર્દુલ ઠાકુરને લગભગ 20 મીનિટ જેટલી બોલિંગ કરી હતી. ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને ટીમના મેન્ટોર એમ. એસ. ધોની પણ હાર્દિકના પ્રોગ્રેસ પર ધ્યાન આપી રહ્યા છે. થોડા સમય બોલિંગ કર્યા બાદ હાર્દિકે બેટિંગ કોચ વિક્રમ રાઠોડ સાથે થ્રો ડાઉન પ્રેક્ટિસ પણ કરી.

28 વર્ષના હાર્દિકે પીઠમાં તકલીફના પગલે જુલાઈમાં શ્રીલંકા સામે રમાયેલી સિરીઝમાં માત્ર 16 ઓવર જ બોલિંગ કરી હતી. ત્યારે, દુબઈમાં રમાયેલા IPLના બીજા લેગમાં પણ હાર્દિકે મુંબઈ ઈન્ડિયન્સ માટે બોલિંગ નહોતી કરી. પંડ્યાને પાકિસ્તાન સામેની મેચમાં ખભામાં ઈન્જરી થઈ હતી. જેના કારણે પંડ્યાની જગ્યાએ ઈશાન કિસને ફિલ્ડીંગ કરી હતી. ટી20 વર્લ્ડ કપની શરૂઆચ પહેલાંથી જ હાર્દિક પંડ્યાની ફિટનેસ અંગે સવાલો ઉભા થઈ રહ્યા હતા. જ્યારે, પાકિસ્તાન સામેની મેચ પહેલાં જ હાર્દિકે બોલિંગ ના કરવાની સ્પષ્ટતા કરી હતી. પણ તેણે કહ્યું હતું કે નૉક આઉટ ગેમ્સમાં તે બોલિંગ કરી શકે છે. પણ પરિસ્થિતિને ધ્યાને રાખી હાર્દિક ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં બોલિંગ કરી શકે છે.

A fun drill to start our session. #TeamIndia #T20WorldCup pic.twitter.com/lCmla6hcfT

પાકિસ્તાન સામે 10 વિકેટથી મળેલા પરાજય બાદ ભારતે ન્યૂઝીલેન્ડ સામેની મેચ જીતવું ખુબ જ જરૂરી બન્યું છે. ત્યારે, હાર્દિક બોલિંગ ના કરતા ટીમને પાકિસ્તાન સામેની મેચમાં લાંબો ફરક પડ્યો હતો. જેથી હવે હાર્દિક ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં બોલિંગ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news