‘ચાઇનામેન’ કુલદીપના પક્ષમાં ન હતા ક્રિકેટના દિગ્ગજ, Pakની કમર તોડવામાં સફળ રહ્યો આ બોલર

આઇસીસી વર્લ્ડ કપમાં સૌથી મોટા મુકાબલામાં ભારતે તેના હરીફ વિરોધી પાકિસ્તાનને હરાવ્યું. ભારતે રવિવારે રમાયેલી મેચમાં પાકિસ્તાનને 89 રનના મોટા સ્કોર સાથે હરાવ્યું છે. ભારતની આ જીતમાં બોલર કુલદીપ યાદવે મહત્વનો રોલ નિભાવ્યો છે.

‘ચાઇનામેન’ કુલદીપના પક્ષમાં ન હતા ક્રિકેટના દિગ્ગજ, Pakની કમર તોડવામાં સફળ રહ્યો આ બોલર

નવી દિલ્હી: આઇસીસી વર્લ્ડ કપમાં સૌથી મોટા મુકાબલામાં ભારતે તેના હરીફ વિરોધી પાકિસ્તાનને હરાવ્યું. ભારતે રવિવારે રમાયેલી મેચમાં પાકિસ્તાનને 89 રનના મોટા સ્કોર સાથે હરાવ્યું છે. ભારતની આ જીતમાં બોલર કુલદીપ યાદવે મહત્વનો રોલ નિભાવ્યો છે. જ્યારે એક સમયે એવું લાગી રહ્યું હતું કે, પાકિસ્તાન ભારતને ટક્કર આપશે. પરંતુ ત્યારે ભારતીય સ્પિનર કુલદીપ યાદવે બાબર આઝમની વિકેટ લઇને ભારતને બેક થ્રૂ કરાવ્યું અને ત્યારબાદ પાકિસ્તાનની ટીમ દબાણમાં આવી ગઇ હતી. કુલદીપે તેના સ્પેલમાં પાકિસ્તાનના સેટ બેટ્સમેનને આઉટ કરી ભારતની જીત સુનિશ્ચિત કરી હતી.

તમને જણાવી દઇએ કે, મેચ શરૂ થતા પહેલા ઘણા ક્રિકેટના જાણકારો મેનચેસ્ટરમાં પાકિસ્તાન સામે કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવાના વિરોધમાં હતા. તેમનું માનવું હતું કે, આ ટીમમાં એક મીડિયમ પેસર હોવો જોઇએ. ઘણા પૂર્વ ક્રિકેટરોનું માનવું હતું કે, પિચ અને હવામાનને જોઇને ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શામીને ટીમમાં સામેલ કરવો જોઇએ અને ભારત માટે તે કુલદીપ યાદવ કરતા વધારે સારો વિકલ્પ હોઇ શકે છે. બધાનું એવું માનવું હતું કે, ભારતે ત્રણ પ્રેસર અને એક સ્પિનરની સાથે મેદાનમાં ઉતરવું જોઇતું હતું.

કુલદીપે આ બધી વાતોને ખોટી સાબિત કરી તેની પસંદગીને યોગ્ય સાબિત કરી અને ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. મેચમાં ભારતના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરી પાકિસ્તાનને 336 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં આવેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત ઘણી જ ધીમી રહી અને ઓપનર બેટ્સમેન ઇમામુલ હક માત્ર 7 રન બનાવીએ આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ પિચ પર આવેલા બાબર આઝમે ફખર ઝમાનનો સાથ આપી પાકિસ્તાન માટે 100 રનની ભાગીદારી કરી હતી.

ફખર ઝમાન અને બાબરની વચ્ચે ભાગીદારી જોઇને એક સમયે એવું લાગતું હતું કે, આ બંને બેટ્સમેન ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. પરંતુ ત્યારે જ વિરાટ કોહલીએ કુલદીપ યાદવને બોલિંગ કરવા મોકલ્યો હતો અને તેણે બંને બેટ્સમેનને પેવેલિયનનો રસ્તો દેખાડી તેની પસંદગીને યોગ્ય સાબિત કરી હતી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news