‘વાયુ’ વાવાઝોડાને કારણે ગુજરાતના ખેડૂતોને મળી મોટી ખુશી, ખાસ મુહૂર્તમાં કરી શક્યા વાવણી
વેરાવળ સહિતના પંથકમાં વિદાય લેતા વાયુ વાવાઝોડાએ ખેડૂતોને જળ પ્રસાદ આપ્યો હોય તેમ 24 કલાકમાં વેરાવળ, તાલાલા અને સૂત્રાપાડામાં અનઘારાર વરસાદ વરસાવ્યો હતો. હતો. સોરઠને વાયુ વાવાઝોડાએ પહેલા તો ઘમરોળ્યું, ડરાવ્યું પછી અનરાઘાર વરસાદ વરસાવી ખુશખુશાલ કરી દીધા છે. પવનદેવે વેરેલા વિનાશનો વરૂણદેવએ મન મૂકીને વરસી નુકસાન ભરપાઇ કરી દીઘું હોય તેમ સારા અને વાવણી લાયક વરસાદથી જગતના તાત એવા ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા છે. ખાસ કરીને વર્ષો બાદ ભીમ અગિયારસના વાવણીના મુર્હત સચવાતા ખેડૂતોમાં હરખની હેલી સર્જાઇ હતી.
Trending Photos
હેમલ ભટ્ટ/વેરાવળ :વેરાવળ સહિતના પંથકમાં વિદાય લેતા વાયુ વાવાઝોડાએ ખેડૂતોને જળ પ્રસાદ આપ્યો હોય તેમ 24 કલાકમાં વેરાવળ, તાલાલા અને સૂત્રાપાડામાં અનઘારાર વરસાદ વરસાવ્યો હતો. હતો. સોરઠને વાયુ વાવાઝોડાએ પહેલા તો ઘમરોળ્યું, ડરાવ્યું પછી અનરાઘાર વરસાદ વરસાવી ખુશખુશાલ કરી દીધા છે. પવનદેવે વેરેલા વિનાશનો વરૂણદેવએ મન મૂકીને વરસી નુકસાન ભરપાઇ કરી દીઘું હોય તેમ સારા અને વાવણી લાયક વરસાદથી જગતના તાત એવા ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા છે. ખાસ કરીને વર્ષો બાદ ભીમ અગિયારસના વાવણીના મુર્હત સચવાતા ખેડૂતોમાં હરખની હેલી સર્જાઇ હતી.
જળયાત્રા Pics : ગંગા પૂજન, જળાભિષેકથી લઈને શું શું બન્યું, જુઓ
વેરાવળ તાલુકાના આંબલીયાળા ગામના ખેડૂત જગમાલભાઇ ઝાલાના પરિવાર દ્વારા ભીમ અગિયારસના વાવણીના મુર્હતને લઇ પરંપરા મુજબ બળદોને સાજ શણગાર કર્યો હતો. ત્યાર બાદ દીકરીના હસ્તે ધરતી માતાને શ્રીફળ સહિતના નૈવેદ્ય કરી વાવણીના શુભારંભ કર્યા હતા.
એક તરફ વર્ષો બાદ ભીમ અગિયારસના વાવણીના મુર્હત સચવાતા ખેડુતો ખુશખુશાલ તો હતા જ, સાથે સાથે બિયારણ અને ખાતરના ભાવ સાતમા આસમાને ચડી જતાં થોડા ચિંતિત પણ બન્યા છે. ખેડૂતોના કહેવા મુજબ, વાવણી સમયે બિયારણ અને ખાતરના ભાવો ઉંચા હોય છે અને જ્યારે ઉપજ આવે ત્યારે ભાવ તળિયે ચાલ્યા જાય છે. આ વિશે આંબલીયાળા ગામના ખેડૂત દેવસીભાઈ ઝાલે કહે છે કે, જેમ કુદરત ખેડુતો પર રીઝયો છે, તેમ સરકાર પણ ખેડૂતો માટે ધ્યાન આપે તેવી અમારી લાગણી છે.
ભીમ અગિયારસનું મુહૂર્ત શ્રેષ્ઠ
શાસ્ત્રો મુજબ ભીમ અગિયારસની વાવણી શ્રેષ્ઠ ગણાય છે. પાછલા વર્ષોમાં મોટા ભાગે ભીમઅગિયારસ પર વરસાદ નહિવત વરસતો હતો. જેથી ખેડૂતો વાવણીનું મુર્હત સાચવી શક્તા ન હતા. ત્યારે વટસાવિત્રીના પવિત્ર દિવસની સાથે ભીમ અગિયારસના વાવણીના મુર્હત સચવાતા ખેડૂતોમાં ખુશાલીનો કોઇ પાર નથી.
લેટેસ્ટ ન્યૂઝ માટે જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે