1956ના ઓલમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ રઘબીર સિંહ ભોલાનું નિધન
ભારતના બે વખતના ઓલમ્પિક મેડલ વિજેતા પૂર્વ આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડી રઘબીર સિંહ ભોલાનું 92 વર્ષની ઉંમરે નિધન થયું છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતના બે વખતના ઓલમ્પિક મેડલ વિજેતા પૂર્વ આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડી રઘબીર સિંહ ભોલાનું 92 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. તેમણે મેલબોર્ન 1956 અને 1960 રોમ ઓલમ્પિકમાં ક્રમશઃ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો હતો. તેમના પરિવારે જણાવ્યું કે, સોમવારે ભોલાએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારમાં પત્ની કમલા ભોલા, ત્રણ પુત્રીઓ અને ત્રણ ભાણેજ છે.
ભારતીય ઓલમ્પિક સંઘે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
Hockey India sends our deepest condolences to the family and loved ones of Indian Hockey legend, Mr. Raghbir Singh Bhola, who passed away on 21st January 2019. pic.twitter.com/qoCa8jdqKz
— Hockey India (@TheHockeyIndia) January 22, 2019
આઈઓએએ પોતાના ટ્વીટર પર લખ્યું, આઈઓએ દિગ્ગજ હોકી ખેલાડી આરએસ ભોલાના નિધન પર શોક વ્યક્ત કરે છે. બે વખત ઓલમ્પિક મેડલ વિજેતા, અર્જુન પુરસ્કાર વિજેતા અને જનૂની હોકી ખેલાડી, આરએસ ભોલાએ અંતિમ શ્વાસ લીધા છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે અમારી સંવેદના છે.
આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના પ્રમુખ અને આઈઓએ અધ્યક્ષ નરિન્દર બત્રાએ ભોલાને શ્રદ્ધાંજલિ આપી હતી. બત્રાએ એક નિવેદનમાં કહ્યું, ગ્રુપ કેપ્ટન (સેવા નિવૃત) રઘબીર સિંહ ભોલાના નિધનના સમાચાર સાંભળીને સ્તબ્ધ છુ. હું તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરૂ છું અને તેમના પરિવાર તથા હોકી જગત પ્રત્યે મારી સંવેદના છે.
તેમણે કહ્યું, તેઓ મેલબોર્નમાં 1956માં ઓલમ્પિક ગોલ્ડ અને રોમમાં 1960માં ઓલમ્પિક સિલ્વર મેડલ જીતનારી ટીમના સભ્ય હતા. તેમણે ખેલાડી, અમ્પાયર અને ટીમ મેનેજરના રૂપમાં હોકીને શાનદાર યોગદાન આપ્યું હતું.
રમતને અલવિદા કહ્યાં બાદ ભોલા આઈએચએફની પસંદગી સમિતિના સભ્ય રહ્યાં હતા. તેઓ એફઆઈએચના આંતરરાષ્ટીય અમ્પાયર, ભારતીય હોકી ટીમના મેનેજર, ટીવી કોમેન્ટ્રેટર અને ઓલમ્પિક રમતમાં સરકારી પર્યવેક્ષક પણ રહ્યાં હતા.
તેમણે 1954થી 1960 સુધી ભારતીય વાયુસેના અને સેનાની હોકી ટીમની આગેવાની કરી હતી. સેનાના વિભિન્ન વિભાગો વચ્ચે યોજાયેલી ચેમ્પિયનશિપમાં તેમની ટીમ ત્રણવાર વિજેતા રહી અને બે વખત રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ પણ જીતી હતી. 2000માં તેમનું અર્જુન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે