બાળ ઠાકરેના જન્મદિવસ પર શિવસેના સમર્થકોએ આપી શ્રદ્ધાંજલિ, 33 હજાર રુદ્રાક્ષથી બનાવ્યું પોર્ટ્રેટ
Trending Photos
મુંબઈ: શિવસેનાના સંસ્થાપક બાળા સાહેબ ઠાકરેના જન્મદિવસના અવસરે મુંબઈમાં શિવસેના ભવનમાં જશ્નનો માહોલ છે. શિવસેનાના કાર્યકર્તા પોતાના સંસ્થાપકની યાદીમાં જશ્ન મનાવવામાં લાગ્યા છે. શિવસેનાના એક સમર્થકે તેમને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી છે. બાળ ઠાકરેના એક સમર્થકે 33 હજાર રૂદ્રાક્ષની મદદથી એક શાનદાર તસવીર બનાવી છે.
શિવસેના ભવનની બહાર લગાવવામાં આવી તસવીર
શિવસેનાના સમર્થક દ્વારા બનાવવામાં આવેલી તસવીરને શિવસેના ભવનની બહાર લગાવવામાં આવી છે. આર્ટિસ્ટનું નામ સંજય રાઉત છે. સંજય રાઉતે કહ્યું કે બાળા સાહેબ ઠાકરેને રુદ્રાક્ષ ખુબ પસંદ હતાં આથી તેમની યાદમાં આ તસવીરમાં ફક્ત રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાઉતે કહ્યું કે 33 હજાર રુદ્રાક્ષથી બનેલી આ તસવીરના માધ્યમથી વિશ્વ રેકોર્ડ પણ બનાવવા માંગતો હતો.
Maharashtra: Artist puts up a portrait of Balasaheb Thackeray in front of Shiv Sena Bhavan, Mumbai on the occasion of his birth anniversary. The portrait is made up of 33,000 Rudrakshas. pic.twitter.com/PMhuHS2i75
— ANI (@ANI) January 23, 2019
મહારાષ્ટ્રમાં બનશે બાળ ઠાકરેનું સ્મારક
ઉલ્લેખનીય છે કે બાળા સાહેબ ઠાકરેની જયંતીના એક દિવસ પહેલા મહારાષ્ટ્ર કેબિનેટ તરફથી સ્મારકના નિર્માણ માટે 100 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે. આ સ્મારક માટે બીએમસી બુધવારે મેયર બંગલો એમએમઆરડીએને સોંપશે. આ જાહેરાત બાદ ભાજપ અને શિવસેના વચ્ચે અનેક દિવસોથી જે મનમોટાવ ચાલી રહ્યો હતો તે ઓછો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે