FIFA World Cup : પ્રથમ જીત મેળવવા પૂર્વ વિજેતા જર્મની સામે સ્વીડનનો પડકાર

પ્રથમ મેચમાં મૈક્સિકો સામે પરાજય બાદ પૂર્વ વિજેતા જર્મનીને પોતાની પ્રથમ જીતની શોધ છે. 

 

FIFA World Cup : પ્રથમ જીત મેળવવા પૂર્વ વિજેતા જર્મની સામે સ્વીડનનો પડકાર

સોચી (રૂસ): વર્ષ 2018ના ફીફા વિશ્વ કપ જ્યારથી શરૂ થયો તો ગ્રુપ મેચોમાં પ્રથમ રાઉન્ડમાં ઘણા અપસેટ અને અનિશ્ચિત પરિણામ આવ્યા. તેમાં સૌથી મોટો અપસેટ પૂર્વ વિજેતા જર્મનીની મૈક્સિકો સામેની હાર હતી. વિશ્વકપમાંથી જર્મનીનું પ્રથમ રાઉન્ડમાં બહાર થવું અવિશ્વસનિય લાગે છે પરંતુ તેને હકિકતમાં ફેરવવાથી બચવા માટે ડિફેન્ડિગ ચેમ્પિયને આજે બીજા મેચમાં સ્વીડનને કોઇપણ સ્થિતિમાં હરાવવું પડશે. પ્રથમ મેચમાં મૈક્સિકો સામે 1 ગોલથી હારેલી જર્મનીની ટીમને એક ભૂલ ભારે પડી શકે છે. 

તેનો સામનો જાન્ને એન્ડરસનની મજબૂત ટીમ સાથે છે જેની પાસે યૂરોપનો સૌથી પ્રતિભાશાળી સ્ટ્રાઇકરોમાંથી એક એમિલ ફોર્સબર્ગ છે. જર્મનીના ડિફેન્ડર મૈટ્સ હમેલ્સે કહ્યું, હું એમિલ ફોર્સબર્ગનો મોટો પ્રશંસક છું. તે મહાન ખેલાડી છે. બુંડેસ્લિગા અને આર બી લેઇપજિગની સાથે બે સીઝનમાં શાનદાર પ્રદર્શન બાદ ફોર્સબર્ગ રૂસ આવ્યો છે. જર્મન ટીમમાં તેના ક્લબનો સાથી ખેલાડી ટિમો વેરનેર પણ છે. 

પ્લેઓફમાં ઇટાલીને હરાવીને ક્વોલિફાઇ કરનારી સ્વીડિશ ટીમે પ્રથમ મેચમાં દક્ષિણ કોરિયાને 1-0થી હરાવ્યું. મૈક્સિકો જો કોરિયાને હરાવી દે છે તો સ્વીડન અને જર્મનીની મેચ ડ્રો રહેવા પર પણ જર્મની ગ્રુપ-એફમાંથી બહાર થઈ જશે. સ્વીડન અને મૈક્સિકો વચ્ચે અંતિમ મેચ માત્ર ઔપચારિકતા રહી જશે કારણ કે બંન્ને રાઉન્ડ ઓફ 16માં પહોંચી ગયા હશે. 

જર્મન ટીમમાં અનુભવી ખેલાડીઓની ભરમાર છે. જેણે ગત વિશ્વકપ ક્વોલીફાયરમાં સ્ટોકહોમમાં 5-3થી જીત મેળવી હતી પરંતુ બર્લિનમાં 4-4થી ડ્રો રમી હતી. તે પૂછવા પર કે, શું વધારાના અનુભવનો આજના મેચમાં કંઇ ફેર પડશે, હમેલ્સે કહ્યું, લગભગ અમારા માટે સારૂ છું પરંતુ તેની કોઇ ગેરન્ટી નથી. કોઈ વાતની ગેરન્ટી નથી. 

પ્રથમ મેચમાં ઇર્વિગ લોજાનોના એકમાત્ર ગોલની મદદથી મૈક્સિકોએ ફીફા વિશ્વકપના રોમાંચક મેચમાં જર્મનીને 1-0થી પરાજય આપ્યો હતો. વર્ષ 1985 બાદ મૈક્સિકોની જર્મની વિરુદ્ધ આ પ્રથમ જીત હતી. લુજ્નિકી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મૈક્સિકોએ અવિશ્વસનીય ફાસ્ટ શરૂઆત કરી અને બીજી મિનિટે કોર્નર મેળવ્યો. ગત વિશ્વકપમાં ગોલ્ડન ગ્લબ એવોર્ડ જીતનારા ગોલકીપર મૈનુઅલ નોયરે વિપક્ષી ટીમને લીડ ન મેળવવા દીધી અને આગામી મિનિટે જર્મનીએ આક્રમણ શરૂ કર્યું. 

વિશ્વકપમાં 1982 બાદ પ્રથમવાર જર્મની પોતાનો પ્રથમ મેચ હારી છે. મૈક્સિકોએ વિશ્વકપના ઈતિહાસમાં બીજીવાર જર્મનીને હરાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news