FIFA World Cup: ઈંગ્લેન્ડને 2-0થી હરાવીને બેલ્જિયમ પહોંચ્યું ત્રીજા સ્થાન પર
બેલ્જિયમે શનિવારે સેંટ પીટર્સબર્ગ સ્ટેડિયમમાં રમાયેલી ફિફા વર્લ્ડ કપના ત્રીજા સ્થાન માટેની મેચમાં ઈંગ્લેન્ડને 2-0થી હરાવ્યું.
Trending Photos
સેંટ પીટર્સબર્ગ: બેલ્જિયમે શનિવારે સેંટ પીટર્સબર્ગ સ્ટેડિયમમાં રમાયેલી ફિફા વર્લ્ડ કપના ત્રીજા સ્થાન માટેની મેચમાં ઈંગ્લેન્ડને 2-0થી હરાવ્યું. બંને ટીમો એક સમયે ખિતાબ માટે પ્રબળ દાવેદાર ગણાઈ રહી હતી. પરંતુ સેમીફાઈનલમાં મળેલી હાર બાદ બંને વચ્ચે ત્રીજા સ્થાન માટે રમાનારી મેચ મોટો મુકાબલો બની ગઈ હતી. બેલ્જિયમ આ મેચ જીતવામાં સફળ રહ્યું.
બેલ્જિયમની ટીમ શરૂઆતથી જ આક્રમક હતી અને તેણે ઈંગ્લેન્ડના ડિફેસન્સ તથા એટેકને નબળો કરી નાખ્યો હતો. બેલ્જિયમે ચોથી મિનિટમાં જ ગોલ કરીને ઈંગ્લેન્ડને સ્તબ્ધ કરી નાખ્યું હતું. આ મેજિક વાપસી કરી રહેલા થોમસ મ્યૂનિયરે કર્યો. થોમસ પહેલી સેમીફાઈનલ મેચમાં બહાર હતો. તેણે આ ગોલ નાસેર ચાડલી દ્વારા પાસ કરાવ્યાં બાદ લો ક્રોસ પાસ કરીને કર્યો. થોમસ ગોલ સામે જ ઊભો હતો. તેણે સરળતાથી બોલને નેટમાં નાખીને પોતાની ટીમને 1-0થી આગળ કરી દીધી.
12મી મિનિટમાં બેલ્જિયમને બીજો ગોલ કરવાની તક હતી પરંતુ ઈંગ્લેન્ડના ગોલકીપર જોર્ડન પિકફોર્ડે કેવિન ડી બ્રૂનેના શોટને શાનદાર રીતે બચાવીને ગોલ થતા રોક્યો. બેલ્જિયમની ટીમ સતત આક્રમણ કરી રહી હતી અને ઈંગ્લેન્ડ પર દબાણ કરી રહી હતી. આ દરમિયાન 23મી મિનિટમાં રહીમ સ્ટાલંગને તક મળી કે તે ઈંગ્લેન્ડ માટે ગોલ કરે પરંતુ ચૂકી ગયો. 35મી મિનિટમાં બેલ્જિયમને પહેલો કોર્નર મળ્યો. અહીં ટોબી એલ્ડરવીરેલ્ડ બોલને ઉપર રમી ગયો.
પહેલા હાફમાં ઈંગ્લેન્ડે બોલ તો પોતાના પાસે રાખ્યો પરંતુ તે ગોલ કરવાની તક મેળવી શક્યું નહીં અને જે તકો મળી તે પણ તે કેશ કરી શકી નહીં. બીજા હાફમાં પણ આ જ રીતે જારી રહ્યું. ઈંગ્લેન્ડના ખેલાડી પછી ભલે તે હેરી કેન હોય કે લિંગાર્ડ હોય, કીરાન ટ્રિપિર કે માર્ક્સ રેશફોર્ડ. કોઈ મળેલી તકને અંજામ સુધી પહોંચાડી શક્યા નહીં. ઈંગ્લેન્ડને કેટલાક કોર્નર પણ મળ્યા હતાં જે તેણે ગુમાવ્યાં.
70મી મિનિટમાં એરિક ડાયરે રેશફોર્ડ સાથે મળીને એક મૂવ બનાવી જે ઓફ સાઈડ ગણાવી દેવાઈ. 3 મિનિટ બાદ ડાયરે એક વધુ મૂવ બનાવી અે બોલને ટ્રિપિરની મદદથી લિંગાર્ડ પાસે પહોંચાડી. જે તેને બારથી ઉપર રમી ગયો. ઈંગ્લેન્ડનો એટેક તો નબળો હતો જ સાથે સાથે તેનું ડિફેન્સ પણ કામ કરી રહ્યું નહતું. જો કે તેના ગોલકીપર પિકફોર્ડે 80મી મિનિટમાં શાનદાર બચાવ કરીને બેલ્જિયમનો ગોલ ન થવા દીધો. જો કે 82મી મિનિટમાં તે ગોલને રોકી શક્યો નહીં. અને આ વખતે હેઝાર્ડે ડી બ્રુને પાસેથી મળેલા બોલને નેટમાં નાખીને બેલ્જિયમને 2-0થી આગળ કરી દીધુ. મેચનું આ જ પરિણામ પણ રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે