ICC World Test Championship ની ફાઇનલમાં પહોંચવાથી ટીમ ઈન્ડિયા માત્ર એક જીત દૂર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બે મેચ પૂરી થયા બાદ પણ ઓસ્ટ્રેલિયાની ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની રેસમાં છે. આ સિરીઝના ત્રણ સમીકરણ ઓસ્ટ્રેલિયાના પક્ષમાં છે, જેની મદદથી કાંગારૂ ટીમ ફાઇનલમાં પહોંચી શકે છે.
 

ICC World Test Championship ની ફાઇનલમાં પહોંચવાથી ટીમ ઈન્ડિયા માત્ર એક જીત દૂર

નવી દિલ્હીઃ ICC World Test Championship 2021 ની ફાઇનલમાં એક ટીમ પહોંચી ગઈ છે, પરંતુ હજુ એક ટીમની જગ્યા ખાલી છે. ન્યૂઝીલેન્ડની ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગયું છે, પરંતુ હજુ પણ ત્રણ ટીમો માટે દરવાજા ખુલ્સા છે, જે કીવી ટીમ વિરુદ્ધ આ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમી શકે છે. આ ત્રણ ટીમોમાં ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ સામેલ છે. 

ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે ચેન્નઈમાં ચાર ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ બે મેચ બાદ પણ હજુ તસવીર સ્પષ્ટ થઈ નથી કે કઈ ટીમ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચશે. પરંતુ આ સિરીઝ પહેલા 15 સમીકરણો હતા, જે પ્રમાણે ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાંથી કોઈ એક ટીમ ફાઇનલમાં પહોંચશે, પરંતુ હવે બે મેચો બાદ માત્ર 5 સમીકરણ બાકી છે, જેનાથી ખ્યાલ આવે છે કે કઈ ટીમ પાસે ફાઇનલમાં પહોંચવાની તક છે. 

— ICC (@ICC) February 16, 2021

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બે મેચ પૂરી થયા બાદ પણ ઓસ્ટ્રેલિયાની ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની રેસમાં છે. આ સિરીઝના ત્રણ સમીકરણ ઓસ્ટ્રેલિયાના પક્ષમાં છે, જેની મદદથી કાંગારૂ ટીમ ફાઇનલમાં પહોંચી શકે છે. જો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝ 2-2, 1-1થી ટાઈ રહે કે પછી ઈંગ્લેન્ડની ટીમ 2-1થી સિરીઝ જીતે તો આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની પાસે ન્યૂઝીલેન્ડની સાથે ફાઇનલ મેચ રમવાની તક હશે. 

તો ઈંગ્લેન્ડ ફાઇનલમાં પહોંચે તે માટે માત્ર એક સમીકરણ બાકી છે, કે ઈંગ્લેન્ડની ટીમ આ સિરીઝની બાકી બન્ને મેચ જીતે તો તે પહોંચી શકે છે. તો ટીમ ઈન્ડિયાના પક્ષમાં બે સમીકરણ છે, જેની મદદથી ભારતીય ટીમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી શકે છે. જો ભારતીય ટીમ એક મેચ જીતે અથવા છેલ્લી બન્ને મેચ ડ્રો પણ કરાવે તો તે ફાઇનલમાં પહોંચી જશે. આ સિવાય ટીમ 3-1થી સિરીઝ જીતશે તો પણ તેને ફાઇનલની ટિકિટ મળી જશે. 

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલ

 

Here's the latest #WTC21 standings table after the conclusion of the second #INDvENG Test! pic.twitter.com/bLNCVyDg4z

— ICC (@ICC) February 16, 2021

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news