Ind vs Eng: ચેન્નાઈમાં Virat Kohli ના ધુરંધરોએ બાજી મારી, England પર જીતના આ છે 3 કારણ
ટીમ ઇન્ડિયાએ (Team India) ચેન્નાઇમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને (England) 317 રનથી હરાવી પ્રથમ મેચની હારનો બદલો લીધો છે. બીજી ટેસ્ટ મેચમાં જીતની સાથે જ વિરાટના (Virat Kohli) ધુરંધરોએ ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં 1-1 થી બરાબરી કરી છે
Trending Photos
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાએ (Team India) ચેન્નાઇમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને (England) 317 રનથી હરાવી પ્રથમ મેચની હારનો બદલો લીધો છે. બીજી ટેસ્ટ મેચમાં જીતની સાથે જ વિરાટના (Virat Kohli) ધુરંધરોએ ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં 1-1 થી બરાબરી કરી છે. સિરીઝની આગામી મેચ 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ (Ahmedabad Motera Stadium) ખાતે રમાવવાની છે. આ મેચ ડે નાઇટ ટેસ્ટ મેચ હશે. જે પિંક બોલથી રમાવવાની છે. ભારતે પહેલી ઇનિંગમાં 328 રન બનાવ્યા હતા, જવાબમાં ઇંગ્લેન્ડને 134 રન પર આલઆઉટ કરી હતી. ત્યારબાદ ભારતે બીજી ઇંનિગમાં 286 રનનો સ્કોર કરી ઇંગ્લેન્ડને જીતવા માટે 482 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મોટા સ્કોર આગળ ઇંગ્લેન્ડે ઘૂંટણીયા ટેક્યા અને ભારતે જીત નોંધાવી છે. ટીમ ઇન્ડિયાની આજ જીત ખુબજ ખાસ રહી જે લાંબા સયમ સુધી ઇંગ્લન્ડે યાદ રહશે. આવો એક નજર કરીએ આ મચેના ત્રણ મોટા ટર્નિંગ પોઇન્ટસ પર...
રોહિત શર્માની વન ડે સ્ટાઇલમાં બેટિંગ
ચેન્નાઈ ટેસ્ટ મેચની પ્રથમ ઇંનિગમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને બોર્ડ પર 329 રનનો સ્કોર બનાવ્યો. રોહિત શર્માની વન ડે સ્ટાઇલમાં 161 રનની ધમાકેદાર બેટિંગના કારણે આ શક્ય બન્યું. પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયા 86 રન પર 3 વિગેટ ગુમાવી હતી. કેપ્ટન વિરાટ કોહલી પણ શૂન્ય પર આઉટ થયો હતો, પરંતુ રોહિત શર્મા એક બાજુ ટકી રહ્યો અને 161 રનની શાનદાર બેટિંગ કરી. રોહિત શર્માએ તેની આ બેટિંગ દરમિયાન 18 ફોર અને 2 સિક્સ મારી હતી. રોહિતે આ દરમિયાન ચોથી વિકેટ માટે ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે સાથે 162 રનની શાનદાર ભાગીદારી કરી હતી. આ સાથે જ રોહિત શર્માના નામે એક મોટો સ્કોર જોડાઈ ગયો હતો. રોહિત શર્માના નામે ઇંગ્લેન્ડ સામે ક્રિકેટના ત્રણે ફોર્મેટમાં સદી બનાવવાનો રેકોર્ડ નોંધાયો છે. પ્રથમ ટેસ્ટ 227 રનથી હાર્યા બપાદ રોહિત શર્માના કારણે ભારતની શરૂઆત સારી રહી હતી.
અક્ષર પટેલ અને આર અશ્વિનની ઘાતક બોલિંગ
બીજી ટેસ્ટ મેચમાં અક્ષર પટેલ (Akshar Patel) અને આર અશ્વિનની ઘાતક બોલિંગ સામે અંગ્રેજી બેટ્સમેનોએ ઘુંટણીયા ટેકી દીધા હતા. આ મેચમાં અક્ષર પટેલે ડેબ્યૂ કરતા કુલ 7 વિકેટ પોતાના નામે કરી છે. આ ઉપરાંત આર અશ્વિને શાનદાર (Ravichandran Ashwin) બોલિંગ કરી મેચમાં કુલ 8 વિકેટ ઝડપી છે. અક્ષર પટેલ અને આર અશ્વિન બીજી ટેસ્ટમાં હિટ સાબિત થયા. ચેન્નાઇમાં રમાયેલી પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારનાર જો રૂટ પણ આ મેચમાં ફ્લોપ સાબિત થયો છે.
આર અશ્વિનની શાનદાર સદી
રવિચંદ્રન અશ્વિને આઠમાં નંબર પર ઉતરી સદી ફટકારી હતી. બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઇન્ડિયા તરફથી રવિચંદ્રન અશ્વિને 106 રનોની ધમાકેદાર બેટિંગ કરી અને મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ચેન્નાઈની જે પિચ પર બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાના (Team India) બેટ્સમેન રન બનાવા સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે રવિચંદ્રન અશ્વિને શાનદાર બેટિંગ કરી ફેન્સ પાસેથી પ્રશંસા મેળવી હતી. રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin) 4 વર્ષ બાદ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ચેન્નાઈ ટેસ્ટમાં અશ્વિને પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. આ સાથે જ અશ્વિને એખ જ ટેસ્ટ મેચમાં 5 વિકેટ અને સદી ફટકારવાનું ત્રીજી વખત પરાક્રમ કર્યું છે. એક જ ટેસ્ટ મેચમાં 5 વિકેટ અને સદી ફરટારવા મામલે અશ્વિન દુનિયાનો બીજો ઓલરાઉન્ડર છે. આ લિસ્ટમાં ઇંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર ઈયોન બોથમ પ્રથમ સ્થાને છે. ઈયોન બોથમે આ પરાક્રમ 5 વખત કર્યું છે.
અમદાવાદમાં 24 ફેબ્રુઆરીના યોજાનાર પિંક બોલ ટેસ્ટ મેચથી પહેલા ટીમ ઇન્ડિયાની મુશ્કેલી વધી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે