Ashes 2019: ચોથી ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયા 170/3, સ્મિથ-લાબુશેનની અડધી સદી

એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ ઈનિંગમાં 3 વિકેટે 170 રન બનાવી લીધા છે. 
 

 Ashes 2019: ચોથી ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયા 170/3, સ્મિથ-લાબુશેનની અડધી સદી

માન્ચેસ્ટરઃ સ્ટીવ સ્મિથ (અણનમ 60) અને માર્નસ લાબુશેન (67)ની અડધી સદીની મદદથી ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટે 170 રન બનાવી લીધા છે. વરસાદને કારણે પ્રથમ દિવસે માત્ર 44 ઓવરની રમત શક્ય બની હતી. દિવસ પૂરો થયો ત્યારે સ્મિથની સાથે ટ્રેવિસ હેડ 18 રન બનાવી ક્રીઝ પર હતો. 

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈનિંગની પ્રથમ ઓવરમાં સ્ટુઅર્ટ બ્રોડે પ્રથમ ઓવરમાં ડેવિડ વોર્નરને શૂન્ય પર પર બેયરસ્ટોના હાથે કેચઆઉટ કરાવીને મહેમાન ટીમને પ્રથમ ઝટકો આપ્યો હતો. ત્યારબાદ ટીમનો સ્કોર 28 રન હતો ત્યારે માર્કસ હેરિસ (13) બ્રોડનો શિકાર બન્યો હતો. 

28 રન પર બે વિકેટ ગુમાવ્યા બાદ માર્નસ લાબુશેન (67) અને સ્ટિવ સ્મિથે ત્રીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી. લાબુશેનને ક્રિગ ઓવરટને બોલ્ડ કરીને ઈંગ્લેન્ડને ત્રીજી સફળતા અપાવી હતી. બીજા સત્રમાં વરસાદને કારણે રમતમાં વિઘ્ન પડ્યું હતું. ટીમ સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 170 રન પર ત્રણ વિકેટ હતો. ટી-બ્રેક બાદ પણ વરસાદ આવતા અમ્પાયરે દિવસની રમત પૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો. 

લાબુશેનની આ એશિઝ સિરીઝમાં સતત ચોથી અડધી સદી છે. તેણે 128 બોલનો સામનો કરતા 10 ચોગ્ગા ફટકાર્યા હતા. સ્ટિવ સ્મિથે પણ વાપસી બાદ સતત ચોથી ઈનિંગમાં 50+નો સ્કોર બનાવ્યો છે. સ્મિથે 93 બોલનો સામનો કરતા 7 ચોગ્ગા ફટકાર્યા હતા. 

હાલમાં બંન્ને ટીમ વચ્ચે સિરીઝ 1-1થી બરોબર છે. પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. જ્યારે બીજી ટેસ્ટ ડ્રો રહી હતી. ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને એક વિકેટે પરાજય આપ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news