World Cup: રવિન્દ્ર જાડેજાની જગ્યા પડાવી લેશે આ ખતરનાક ઓલરાઉન્ડર, વર્લ્ડ કપમાં જો ટીમમાં હશે તો જીતાડી દેશે ટ્રોફી!
રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા આ આઈસીસી ટુર્નામેન્ટમાં ઉતરશે. જેના માટે તમામ ખેલાડીઓ દાવો ઠોકી રહ્યા છે. આ બધા વચ્ચે એક ખેલાડીએ આઈપીએલ 2023ની મેચમાં એવું પ્રદર્શન કર્યું કે જેને જોઈને લોકોને દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની યાદ આવી ગઈ.
Trending Photos
Indian cricket team for World Cup: ભારતીય ટીમના અનેક ખેલાડીઓ ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનનો ભાગ છે. આ વર્ષ ભારતની મેજબાનીમાં વનડે વર્લ્ડ કપ પણ રમાનાર છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા આ આઈસીસી ટુર્નામેન્ટમાં ઉતરશે. જેના માટે તમામ ખેલાડીઓ દાવો ઠોકી રહ્યા છે. આ બધા વચ્ચે એક ખેલાડીએ આઈપીએલ 2023ની મેચમાં એવું પ્રદર્શન કર્યું કે જેને જોઈને લોકોને દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની યાદ આવી ગઈ.
કોહલી અને ડુપ્લેસીની શાનદાર ભાગીદારી
આરસીબી માટે ધુરંધર બેટર વિરાટ કોહલીએ ફાફ ડુપ્લેસી સાથે પંજાબ કિંગ્સ વિરુદ્ધ આઈપીએલ 2023ની મેચમાં ગુરુવારે મોહાલીમાં શતકીય ભાગીદારી કરી . આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં બંનેએ મળીને પહેલી વિકેટ માટે 137 રન જોડ્યા. આ ભાગીદારીને જેણે તોડી તે બોલરની હવે પ્રશંસા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેના માટે ભાત ભાતની વાતો થઈ રહી છે. આ મેચમાં આરસીબીએ પંજાબ કિંગ્સ વિરુદ્ધ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 174 રન કર્યા. વિરાટે 47 બોલમાં 59 જ્યારે ડુપ્લેસીએ 56 બલમાં 84 રન કર્યા.
27 વર્ષના ખેલાડીની ધમાલ
પંજાબ કિંગ્સ તરફથી રમતા 27 વર્ષના ઓલરાઉન્ડર હરપ્રીત બરારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ આઈપીએલ 2023ની મેચમાં કમાલ કરી દેખાડ્યો. તેણે બેટર વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલને પેવેલિયન ભેગા કર્યા. તેમના બોલને સમજવામાં જ્યારે આવા ધૂરંધર બેટર્સ ભૂલ કરી ગયા તો ક્રિકેટ પ્રેમીઓ તેની પ્રતિભાનો અંદાજો લગાવવા લાગ્યા. વિરાટને જીતેશ શર્માએ કેચ આઉટ કર્યો જ્યારે મેક્સવેલનો કેસ અથર્વે લીધો.
સોશિયલ મીડિયા પર વખાણ
હવે સોશિયલ મીડિયા પર હરપ્રીત બરારના ખુબ વખાણ થઈ રહ્યા છે. લોકો તેને વર્લ્ડ કપ માટે સંભવિત માની રહ્યા છે. હરપ્રીતે આરસીબી વિરુદ્ધ મેચમાં 3 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ લીધી. તેની કરિયરની વાત કરીએ તો તે હજુ પણ લિસ્ટ એમાં 16 મેચોમાં 17 વિકેટ અને 56 ટી20 મેચમાં 45 વિકેટ લઈ ચૂક્યો છે. આ ઉપરાંત તેણે ખેલના નાના ફોર્મેટમાં 203 રન પણ કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે