IPL 2019 : કેપ્ટન ધોની મામલે CSKના કોચ ફ્લેમિંગનો ખુલાસો 

ફ્લેમિંગે ટીમના પ્રેકટિસ સેશન પછી નિવેદન આપ્યું છે

IPL 2019 : કેપ્ટન ધોની મામલે CSKના કોચ ફ્લેમિંગનો ખુલાસો 

ચેન્નાઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની વર્તમાન ચેમ્પિયન ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું છે કે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની લીગમાં ચોથા નંબર પર બેટિંગ કરશે. ફ્લેમિંગે પ્રેકટિસ સેશન પછી કહ્યું હતું કે ધોની ગયા વર્ષે ચોથા નંબર પર બેટિંગ કરી હતી. તે છેલ્લા 10 મહિનાથી શાનદાર ફોર્મમાં છે. અમારી પાસે કેદાર જાધવના રૂપમાં શાનદાર બેટ્સમેન છે. અમે અમારા બેટિંગક્રમથી ખુશ છીએ. 

આપીએલની વર્તમાન ચેમ્પિયન ટીમને ત્યારે મોટો ઝટકો લાગ્યો હતો જ્યારે મુખ્ય ફાસ્ટ બોલર એવા દક્ષિણ આફ્રિકાના લુંગી એનગિદી ઇજાને કારણે લીગની 12મી સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો. એનગિદીને હજી ચાર અઠવાડિયા સુધી આરામ કરવાની જરૂર છે અને પછી તેણે રિહેબિલિટેશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

બીસીસીઆઈએ મંગળવારે ટી20 લીગ આઈપીએલનો બાકીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. 6 એપ્રિલ (શનિવાર)થી લઈને 5 મે (રવિવાર) સુધી બાકી 39 મેચોનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ જાહેરાત બાદ લીગમાં ગ્રુપ ચરણના તમામ મેચોનો કાર્યક્રમ આવી ગયો છે. પરંતુ હજુ લીગના ક્વોલિફાયર અને ફાઇનલ મેચોની તારીખોની જાહેરાત બાકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news