ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ટ્રોફી ધરતીથી અંતરિક્ષમાં પહોંચી, લેન્ડ અમદાવાદમાં થઇ, જુઓ VIDEO
બીસીસીઆઈના સચિવ જય શાહે ટ્વિટર એકાઉન્ટના માધ્યમથી વર્લ્ડ કપ ટ્રોફીને અંતરીક્ષમાં લોન્ચ કરાતો વીડિયો શેર કર્યો છે. જય શાહે કહ્યું કે ક્રિકેટ જગત માટે આ યાદગાર પળ છે, જ્યારે વર્લ્ડ કપ 2023ની ટ્રોફીનું અંતરિક્ષમાં અનાવરણ કરાયું છે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: ક્રિકેટ વર્લ્ડકપ 2023ની ટ્રોફી ધરતીથી 1,20,000 ફૂટ પર અંતરિક્ષમાં પહોંચી છે. ધરતીથી અંતરિક્ષમાં છોડવામાં આવેલી ટ્રોફી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લેન્ડ થઈ છે. ICC વન-ડે વર્લ્ડ કપની ટુર 27 જૂનથી ભારતમાંથી શરૂ થશે. દુનિયાભરમાં યાત્રા કરીને ચાર સપ્ટેમ્બરે યજમાન દેશ ભારતમાં ટ્રોફી પરત આવશે. ટ્રોફીને ખાસ સ્ટ્રેટોસ્ફેરિક બલૂન સાથે જોડવામાં આવી હતી. ટ્રોફી સાથે 4K કેમેરાની મદદથી પૃથ્વીની બહાર અંતરીક્ષમાં ટ્રોફીની કેટલીક આશ્ચર્યજનક તસવીરો પણ લેવામાં આવી છે.
બીસીસીઆઈના સચિવ જય શાહે ટ્વિટર એકાઉન્ટના માધ્યમથી વર્લ્ડ કપ ટ્રોફીને અંતરીક્ષમાં લોન્ચ કરાતો વીડિયો શેર કર્યો છે. જય શાહે કહ્યું કે ક્રિકેટ જગત માટે આ યાદગાર પળ છે, જ્યારે વર્લ્ડ કપ 2023ની ટ્રોફીનું અંતરિક્ષમાં અનાવરણ કરાયું છે. અંતરિક્ષમાં મોકલવામાં આવેલી આ પહેલી સત્તાવાર ટ્રોફીમાંથી એક છે, આની સાથે જ ક્રિકેટ વર્લ્ડકપ ટ્રોફીના પ્રવાસની શરૂઆત થઈ છે.
An out-of-this-world moment for the cricketing world as the #CWC23 trophy unveiled in space. Marks a milestone of being one of the first official sporting trophies to be sent to space. Indeed a galactic start for the ICC Men's Cricket World Cup Trophy Tour in India. @BCCI @ICC… pic.twitter.com/wNZU6ByRI5
— Jay Shah (@JayShah) June 26, 2023
2023 વર્લ્ડકપ ટ્રોફી ટુરનો સૌથી મોટું સંસ્કરણ હશે, જે ક્રિકેટ ચાહકો માટે દુનિયાભરના જુદા જુદા દેશો અને શહેરોમાં પહોંચશે. 27 જૂનથી શરૂ થનાર ટ્રોફી ટુરમાં ટ્રોફી મલેશિયા, બહેરીન, ઇટલી, ફ્રાન્સ, યુગાન્ડા, નાઇઝીરિયા, કુવૈત સહિત 18 દેશોમાં પહોંચશે, ત્યારબાદ યજમાન દેશ ભારતમાં 4 સપ્ટેમ્બરે ટ્રોફી પરત ફરશે. વર્લ્ડ કપ ટ્રોફીની ટુર 27 જૂનથી 14 જુલાઈ સુધીમાં ભારતમાં થશે, ત્યારબાદ ટ્રોફી ન્યુઝીલેન્ડ લઈ જવાશે.
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં છ અઠવાડિયા સુધી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં વિશ્વની 10 સર્વશ્રેષ્ઠ ક્રિકેટની ટીમોની યજમાન ભારત કરશે.
ICC વર્લ્ડકપ 2023નો શિડ્યુલ જાહેર થશે
આવતીકાલે ICC વર્લ્ડકપ 2023નો શિડ્યુલ જાહેર કરાશે. સવારે 11:30 વાગે મુંબઈ ખાતે વર્લ્ડકપનો શેડ્યુલ જાહેર થશે. વર્લ્ડ કપ 2023ની ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 15 ઓક્ટોબરે ભારત વિરુદ્ધ પાકિસ્તાન સામે મહામૂકાબલો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1.10 કરતા વધુ દર્શકો નિહાળી શકશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ભારત સાથે અમદાવાદના મેદાન પર મેચ રમવાની તૈયારી દર્શાવતા શિડયુલ જાહેર કરાશે.
અગાઉ પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ મેચ અમદાવાદના મેદાન ઉપર રમવા માટે ઇનકાર કરાયું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ભારત સામેની મેચ ચેન્નઈ, બેંગ્લોર અથવા કોલકાતામાં શિફ્ટ કરવા માંગણી કરાઈ હતી, જેનો અસ્વીકાર કરાયો. મળી રહેલી માહિતી મુજબ વર્લ્ડ કપ 2023ની પહેલી અને આખરી એટલે કે ફાઇનલ મેચ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદ સિવાય વર્લ્ડ કપ 2023 ની મેચ નાગપુર, બેંગલોર, તિરુવનતમપુરમ, મુંબઈ, દિલ્હી, લખનઉ, ગૌહાટી, હૈદરાબાદ, કોલકત્તા, રાજકોટ, ઇન્દોર, બેંગલોર અને ધર્મશાળાના મેદાન પર રમાઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે