1 ઓવરમાં તાબડતોડ ફટકાર્યા 6,6,6,6,6,6,6...ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બન્યો આ અશક્ય જેવો રેકોર્ડ

ભારતનો એક એવો બેટ્સમેન છે જેણે એક ઓવરમાં સતત 7 છગ્ગા મારવાનો અનોખો રેકોર઼્ બનાવ્યો છે. દુનિયાના કોઈ પણ બેટ્સમેન માટે એક ઓવરમાં સતત 7 છગ્ગા મારવાનો રેકોર્ડ તોડવો લગભગ અશક્ય છે. 

1 ઓવરમાં તાબડતોડ ફટકાર્યા 6,6,6,6,6,6,6...ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બન્યો આ અશક્ય જેવો રેકોર્ડ

ક્રિકેટના કોઈ પણ ફોર્મેટમાં નિયમો મુજબ એક ઓવરમાં 6 બોલ હોય છે અને દરેક બોલ પર છગ્ગો એક જ મારી શકાય છે. આથી એક ઓવરમાં વધુમાં વધુ 6 છગ્ગા મારી શકાય. પરંતુ ભારતનો એક બેટ્સમેન એવો પણ છે જેણે એક ઓવરમાં સતત 7 છગ્ગા મારવાનો અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. દુનિયાના કોઈ પણ બેટ્સમેન માટે એક ઓવરમાં સતત 7 છગ્ગા ફટકારવા લગભગ અશક્ય જેવું છે. જો કે ભારતના એક બેટ્સમેને આ કારનામું રચીને ઈતિહાસ બનાવી નાખ્યો. 

ખૂંખાર બેટ્સમેને એક ઓવરમાં 7 છગ્ગા માર્યા
ભારતના ધાકડ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે 28 નવેમ્બર 2022ના રોજ એક એવું કારનામું કર્યું જેણે ક્રિકેટ જગતને હચમચાવી નાખ્યું. પહેલીવાર ક્રિકેટમાં કોઈ બેટ્સમેને એક ઓવરમાં સતત 7 છગ્ગા માર્યા હતા. ઘરેલુ ક્રિકેટમાં મહારાષ્ટ્ર માટે રમતી વખતે વિજય હજારે ટ્રોફી ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલ મેચ વઘતે ઋતુરાજ ગાયકવાડે આ અનોખો રેકોર્ડ બનાવ્યો. 28 નવેમ્બર 2022ના રોજ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ વચ્ચે વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચ રમાઈ હતી. 

ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બન્યો આવો રેકોર્ડ
મહારાષ્ટ્ર તરફથી રમતી વખતે ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં સતત 7 છગ્ગા ફટકાર્યા. ઋતુરાજ ગાયકવાડ આ ઓવરમાં સત 7 છગ્ગા એટલા માટે મારી શક્યો કારણ કે બોલરે આ દરમિયાન એક નો બોલ પણ ફેંક્યો હતો. ઋતુરાજ ગાયકવાડે આ દરમિયાન યુપીના સ્પિનર શિવા સિંહની ઓવર ઝૂડી  નાખી હતી. શિવા સિંહે આ ઓવરમાં 1 નો બોલ સહિત કુલ 7 બોલ ફેંક્યા. આ તમામ 7 બોલ પર ઋતુરાજ ગાયકવાડે સતત 7 છગ્ગા માર્યા હતા. શિવા સિંહની આ ઓવરમાં ઋતુરાજ ગાયકવાડે કુલ 43 રન ભેગા કર્યા. 

159 બોલમાં અણનમ 220 રન
ઋતુરાજ ગાયકવાડે યુપી વિરુદ્ધ આ ક્વાર્ટર ફાઈનલ મેચમાં 159 બોલમાં 220 રનની અણનમ ઈનિંગ રમી. ઋતુરાજ ગાયકવાડે 10 ચોગ્ગા અને 16 છગ્ગા ફટકાર્યા હતા. ગાયકવાડ ભારત માટે 6 વનડે અને 23 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. ઋતુરાજ ગાયકવાડે વનડેમાં 115 રન  અને ટી20 ઈન્ટરનેશનલમાં 633 રન કર્યા છે. આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સની  કેપ્ટન્સી સંભાળે છે. ઋતુરાજ ગાયકવાડે 66 આઈપીએલ મેચોમાં 2380 રન કર્યા છે. જેમાં 2 સદી અને 18 અડધી સદી સામેલ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news