AUSvsPAK: ઓસ્ટ્રેલિયાએ ટી-20માં પણ બનાવ્યા બે વાઇસ કેપ્ટન, લિનની વાપસી

ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાન વિરુદ્ધ યૂએઈમાં 3 મેચોની ટી-20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. 

AUSvsPAK: ઓસ્ટ્રેલિયાએ ટી-20માં પણ બનાવ્યા બે વાઇસ કેપ્ટન, લિનની વાપસી

સિડનીઃ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન વિરુદ્ધ યૂએઈણાં આગામી ટી-20 શ્રેણી માટે એરોન ફિન્ચને કેપ્ટનશિપની જવાબદારી સોંપી છે. ટીમમાં મિશેલ માર્ચ અને એલેક્સ કારેને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ત્રણ ટી20 મેચોની શ્રેણી 24 ઓક્ટોબરથી રમાશે. આ પહેલા બંન્ને ટીમો બે મેચોની ટેસ્ટ શ્રેણી રમશે. પ્રથમ ટેસ્ટ રવિવારથી રમાશે. તેમાં ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટનની જવાબદારી ટિમ પેન સંભાળશે. 

ફિન્ચ શાનદાર ખેલાડીઃ જસ્ટિન લેંગર
ફિન્ચે હાલમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટી20 શ્રેણીમાં કેપ્ટનશિપ કરી હતી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર અને કોચ જસ્ટિન લેંગરે કહ્યું, હું યૂએઈણાં ટેસ્ટ ટીમ પર તેના પ્રભાવથી ખૂબ પ્રભાવિત છું. તે શાનદાર ખેલાડી છે અને આ સમયે ટી20 ક્રિકેટમાં ફોર્મમાં છે. 31 વર્ષિય ફિન્સ 93 વનડે અને 42 ટી20 મેચ રમી ચુક્યો છે. 

એલેક્સ કારેને વાઇસ કેપ્ટન બનાવાયો
27 વર્ષનો એલેક્સ કારે વિકેટકીપર બેટ્સમેન છે. તેણે અત્યાર સુધી 3 વનડે અને 11 ટી20 મેચ રમી છે.  તે વનડેમાં માત્ર 77 અને ટી20માં 64 રન બનાવી શક્યો છે. સાઉથ ઓસ્ટ્રેલિયા માટે રમનાર એલેક્સ પોતાની સ્ટેટ ટીમનો પણ કેપ્ટન નથી. તેવામાં પસંદગીકારોએ તેને વાઇસ કેપ્ટન બનાવતા તમામ ક્રિકેટ પ્રેમિઓ ચોંકી ગયા છે. 

ક્રિસ લિનની 7 મહિના બાદ વાપસી
ઓસ્ટ્રેલિયન ટીમમાં ક્રિસ લિનની વાપસી થઈ છે. 28 વર્ષનો ક્રિસ લિને અંતિમ મેચ ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી. ત્યારબાદ તે ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. લિને ઓસ્ટ્રેલિયા માટે એક વનડે અને 10 ટી20 મેચ રમી છે. 

ઓસ્ટ્રેલિયન ટી20 ટીઃ એરોન ફિન્ચ (કેપ્ટન), મિશેલ માર્શ (વાઇસ કેપ્ટન), એલેક્સ કારે (વાઇસ કેપ્ટન), એસ્ટન અગર, નાથન કૂલ્ટર નાઇલ, ક્રિસ લિન, નાથન લાયન, ગ્લેન મેક્સવેલ, બેન મૈક્ડરમટ, ડિયાર્સી શોર્ટ, બિલી સ્ટેનલેક, મિચેલ સ્ટાર્ક, એંડ્રયૂ ટાયે, એડમ ઝમ્પા. 

ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમઃ ટિમ પેન (કેપ્ટન), એરોન ફિન્ચ, એસ્ટન એગર, બ્રેન્ડન ડગેટ, ટ્રેવિસ હેડ, જોન હોલેન્ડ, ઉસ્માન ખ્વાજા, એલ. માર્નસ, મિચેલ માર્શ, નાથન લાયન, શોન માર્શ, માઇકલ નેસર, મૈટ રેનશો, પીટર સિડલ, સ્ટાર્ક. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news