Chess Olympiad: વિશ્વ ઓલમ્પિયાડમાં ભારતીય પુરૂષ ટીમ હારી, મહિલા ટીમની ગેમ ડ્રો

ઓલમ્પિયાડના 9માં રાઉન્ડમાં ભારતીય પુરૂષ ટીમને આર્મેનિયાએ હરાવ્યું, મહિલા ટીમે ઇટલી સામે મેચ ડ્રો રમી હતી. 

 Chess Olympiad: વિશ્વ ઓલમ્પિયાડમાં ભારતીય પુરૂષ ટીમ હારી, મહિલા ટીમની ગેમ ડ્રો

ચેન્નઈઃ પાંચમો નંબર ધરાવતી ભારતીય ટીમને બુધવારે વિશ્વ ચેસ ઓલમ્પિયાડમાં આઠમો ક્રમ ધરાવતી અર્મેનિયાએ 2.5-1.5ના અંતરથી પરાજય આપ્યો હતો. પરંતુ ભારતીય મહિલા ટીમ ઈટલીને 2-2થી ડ્રો પર રોકવામાં સફળ રહી હતી. ભારતીય પુરૂષ ટીમે અર્મેનિયા વિરુદ્ધ ત્રણ ડ્રો મેચ રમી અને એક મેચમાં પરાજય મળ્યો હતો. આ હારની સાથે તેના મેડલ જીતવાની સંભાવના ઓછી થઈ ગઈ છે. 

સફેડ મોહરોથઈ રમતા પૂર્વ વિશ્વ ચેમ્પિયન ભારતના વિશ્વનાથ આનંદે લેવોન એરોનિયનને 31 ચાલમાં ડ્રો પર રોકી દીધો હતો. તો પી હરિકૃષ્ણાએ કાળા મોહરોની સાથે રમતા ગેબ્રિએલ સાર્જિસિયાન સામે 25 ચાલોમાં બાજી ડ્રો કરાવી લીધી હતી. આ રીતે બી. અધિબાને રાંટ મેલકુમયાનની સાથે ડ્રો રમી. 

ચોથા બોર્ડ પર કે. શશીકરણનો એમ. માત્રીરોસયાન સામે પરાજય થયો હતો. ભારતીય મહિલા ટીમની સભ્ય કોનેરૂ હમ્પીએ 33 ચાલોમાં ઓલ્ગા જિમિનાની સાથે ડ્રો રમી. બીજા બોર્ડ પર હરિકા દ્રોણાવલ્લીએ 40 ચાલની બાજીમાં ઇલિના સેડિનાને પરાજય આપ્યો તો તાનિયા સચદેવા મારિયાન બ્રૂનેલો સામે હારી ગઈ હતી. ચોથા બોર્ડ પર પદ્મિની રાઉતે 50 ચાલોમાં ડેનિએલા મોવિલેનૂને ડ્રો પર રોકી દીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news