પુતિનનો આ દાવ કામ કરી ગયો, તો રશિયાનો ઈતિહાસ 228 વર્ષ બાદ બદલાશે

રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન આજે ભારતની બે દિવસની મુસાફરી પર આવી રહ્યાં છે. પુતિનની આ મુસાફરીમાં દેશભરની નજર એસ-400 વાયુ પ્રતિરક્ષા પ્રણાલીના કરાર પર રહેશે. ભારત અને રશિયા વચ્ચે થનારા આ કરારમાં અમેરિકાની બાજ નજર છે. ભારત અને રશિયાના મિત્રતાભર્યાં સંબંધોમાં છેલ્લાં કેટલાક સમયથી કડવાશ આવી હતી, પરંતુ આ નવા કરારથી બંને દેશો એકબીજાની ફરીથી નજીક આવશે. રશિયા પર નજર કરીએ, તો રશિયા પર છેલ્લાં દોઢ દાયકાથી પુતિનનું જ શાસન છે. આવનારા વર્ષોમાં પણ પુતિનનું રાજ કાયમ રહે તેવી શક્યતા છે. પુતિન દુનિયાના સૌથી તાકાતવાર શખ્સિયતોમાં સ્થાન પામે છે. પુતિનના પરિવાર વિશેની માહિતી બહુ જ ઓછા લોકો જાણે છે. એમ કહો કે તેમનો પરિવાર હંમેશા લાઈમલાઈટથી દૂર રહે છે. 
પુતિનનો આ દાવ કામ કરી ગયો, તો રશિયાનો ઈતિહાસ 228 વર્ષ બાદ બદલાશે

મોસ્કો : રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન આજે ભારતની બે દિવસની મુસાફરી પર આવી રહ્યાં છે. પુતિનની આ મુસાફરીમાં દેશભરની નજર એસ-400 વાયુ પ્રતિરક્ષા પ્રણાલીના કરાર પર રહેશે. ભારત અને રશિયા વચ્ચે થનારા આ કરારમાં અમેરિકાની બાજ નજર છે. ભારત અને રશિયાના મિત્રતાભર્યાં સંબંધોમાં છેલ્લાં કેટલાક સમયથી કડવાશ આવી હતી, પરંતુ આ નવા કરારથી બંને દેશો એકબીજાની ફરીથી નજીક આવશે. રશિયા પર નજર કરીએ, તો રશિયા પર છેલ્લાં દોઢ દાયકાથી પુતિનનું જ શાસન છે. આવનારા વર્ષોમાં પણ પુતિનનું રાજ કાયમ રહે તેવી શક્યતા છે. પુતિન દુનિયાના સૌથી તાકાતવાર શખ્સિયતોમાં સ્થાન પામે છે. પુતિનના પરિવાર વિશેની માહિતી બહુ જ ઓછા લોકો જાણે છે. એમ કહો કે તેમનો પરિવાર હંમેશા લાઈમલાઈટથી દૂર રહે છે. 

7 ઓક્ટોબર, 1952ના રોજ વ્લાદીમિર સ્પ્રિદોનોવિક પુતિન અને મારીયા ઈવાનોવનાના ઘરે પુતિનનો જન્મ થયો હતો. તેમણે પોતાનું કરિયર કેબીજીથી શરૂ કર્યું અને ત્યાંના સર્વોચ્ચ સ્થાન ક્રેમલિન સુધી પહોંચ્યા. 1984માં પુતિનના લગ્ન લ્યુડિમિલા સાથે થયા. તેમને સંતાનમાં બે દીકરીઓ છે. એકનું નામ મારીયા અને બીજીનું નામ કેટરીના છે. પરંતુ તેમના આ પરિવાર હંમેશા પોતાને મીડિયાથી દૂર રાખે છે. પુતિનના પરિવાર સાથે જોડાયેલ પહેલો વિવાદ 2014માં સામે આવ્યો હતો, જ્યારે તેમનો અને લ્યુડિમિલાના ડિવોર્સ થયા હતા.

આ પહેલા 1985માં પુતિન અને લ્યુડિમિલાના ઘરે દીકરી મારીયાનો જન્મ થયો હતો. 1986માં બીજી દીકરી કૈટરીનાનો જન્મ થયો. તે સમયે પુતિન જર્મનીમાં કામ કરી રહ્યા હતા. 1999માં રશિયાના રાષ્ટ્રપતિ બોરિસ યેલ્તસિને પુતિનને વડાપ્રધાન બનાવ્યા હતા. વર્ષ 2000માં પુતિન રાષ્ટ્રપતિ બન્યા હતા. બંનેના લગ્ન 30 વર્ષ સુધી ચાલ્યા હતા. 

2015માં એકવાર ફરીથી પુતિન પરિવાર ચર્ચામાં આવ્યો હતો. ત્યારે તેમની નાની દીકરી વિશે કહેવાયું હતું કે, તે મોસ્કોમાં કેટરીના તીખોનોવાના નામથી રહે છે. તીખોનોવા એક્રોબેટિક રોક એન્ડ રોલ ડાન્સર છે. 2013માં સ્વિત્ઝરલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તે ત્રીજા સ્થાન પર આવી હતી. તેના લગ્ન પુતિનના એક મિત્રના દીકરા કિરિલ શામાલોવ સાથે થયા હતા. શામાલોવ વ્યવસાયે તેલના મોટા વેપારી કહેવાય છે. કહેવાય છે કે, તેમની સંપત્તિ બે અરબ ડોલર જેટલી છે. 

પુતિનની ઉત્તરાધિકારી કૈટરીના
રશિયાની રાજનીતિ પર બાજ નજર રાખનારા એક્સપર્ટસ માને છે કે, ભલે કેટરીના લાઈમલાઈટથી દૂર છે, પરંતુ આગામી દિવસોમાં તે પુતિનની ઉત્તરાધિકારી બનશે. આ માટે પુતિને તેને હમણાથી જ ટ્રેનિંગ આપવાની શરૂ કરી દીધી છે. પુતિન 2024 સુધી રશિયા રાષ્ટ્રપતિ રહેશે. અનેક લોકો તેને વંશવાદની શરૂઆત પણ કહી રહ્યાં છે.

...તો 228 વર્ષ બાદ રશિયાનો ઈતિહાસ બદલાશે
જો બધુ જ પુતિનની યોજના મુજબ ચાલ્યું, અને કેટરીના ક્રેમલિન સત્તા સુધી પહોંચી, તો તે કૈથ્રરીન ધ ગ્રેટ બાદ રશિયામાં શાસન કરનારી પહેલી મહિલા હશે. આ પહેલા કૈથરીન ધ ગ્રેટએ રશિયા પર 1762થી 1796 સુધી શાસન કર્યું હતું.    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news