રંગીલા રાજકોટનો મિજાજ દિવસેને દિવસે વધુ રંગીન બની રહ્યો છે

રંગીલા રાજકોટનો મિજાજ દિવસેને દિવસે વધુ રંગીન બની રહ્યો છે

ગુજરાતમાં દરેક શહેર માટે આગવું વિશેષણ વપરાય છે. રાજકોટ માટે આ વિશેષણ છે ‘રંગીલું રાજકોટ.’ આ વિશેષણથી જ રાજકોટ અને રાજકોટવાસીઓનો મિજાજ કેવો હશે તે સ્પષ્ટ સમજી શકાય. ગુજરાતના નક્શામાં સૌરાષ્ટ્રના લોકજીવનની એક અલગ તાસીર છે, જેને રાજકોટ શહેર સ્પષ્ટ રીતે બતાવે છે. રંગીલો મિજાજ, ખાણીપીણીનો શોખ અને જલ્સાની લાઈફ એટલે આજી નદીના કાંઠે રહેતા રાજકોટવાસીઓની વનલાઈન ઓળખ. 

રાજકોટનો ઈતિહાસ
રાજકોટનો ઈતિહાસ આમ તો બહુ જ જૂનો છે, પણ તેની ખરી ઓળખ 16મી સદીમાં મળે છે. આધુનિક અને સમૃદ્ધિના માર્ગે થનગનાટ કરી રહેલું રાજકોટ આજે પણ તેની સાંસ્કૃતિક અને ઐતિહાસક ઓળખ ધરબીને બેઠું છે. 1612માં ઠાકોર સાહેબશ્રી વિભાજી આજોજી જાડેજા દ્વારા આ શહેરની શરૂઆત કરાઈ હતી. તેમણે પોતાના મિત્ર રાજુ સંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કર્યું હતું. ત્યારથી લઈને આજદિન સુધી રાજકોટે પોતાના ધરોહર પર અનેક ઉતારચઢાવ જોયા. પહેલા રાજકોટ, બાદમાં માસુમાબાદ અને ફરીથી રાજકોટ નામ મેળવવાનો રાજકોટનો ઈતિહાસ રોચક છે. 

રાજકોટના મેળાની તસવીર (સાભાર ફેસબુક)

(ફોટો ઃ રાજકોટનો મેળો તસવીર સાભાર ફેસબુક)

રાજકોટ અને સ્વતંત્રતા

રાજકોટ અને સ્વતંત્રતા સંગ્રામનો નાતો તો બહુ જૂનો છે. ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીનો યુવાનીકાળનો સમય અહીં વિત્યો હતો. રાજકોટના જે મકાનમાં ગાંધીજી રહેતા તે ક.બા ગાંધીના ડેલા તરીકે પ્રખ્યાત છે. ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી જ્યારે સૌરાષ્ટ્રના દિવાન હતા, ત્યારે તેમણે આ મકાન બનાવડાવ્યું હતું. મહાત્મા ગાંધી પોતાનો શરૂઆતનો અભ્યાસ પોરબંદરમાં પૂરો કરીને પિતા સાથે રાજકોટ આવીને વસ્યા અને અહીંથી આગળનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ ગાંધીજીએ ૧૯૨૦ માં બ્રિટીશ સરકાર સામે શરૂ કરેલી દેશ વ્યાપી લોક લડતથી સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રીય આંદોલનના મંડાણ થયા હતા. ત્યાર બાદ રાજકોટના પણ અનેક લોકો તેમાં જોડાતા ગયા અને સ્વતંત્રતા સંગ્રામમાં રાજકોટનો રોલ ધીરે ધીરે વધ્યો હતો. 

જોવાલાયક સ્થળો
તાજેતરમાં જ પીએમ મોદી દ્વારા રાજકોટના ગાંધી મ્યૂઝિયમનું લોકાર્પણ કરાયું. આ મ્યૂઝિયમ ક.બા.ગાંધી ડેલામાં બનાવવામાં આવ્યું છે. રાજકોટ ફરવા આવનાર દરેક વ્યક્તિ આ સ્થળની મુલાકાત લીધા વગર પરત ફરતી નથી. આ ઉપરાંત રેસકોર્ટ મેદાન, આજી ડેમ, લાલપરી તળાવ, વોટસન મ્યૂઝિયમ, માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ વગેરે શહેરો રાજકોટની શાનમાં વધારો કરે છે. 

vlcsnap-2018-09-30-12h00m20s767.png

(ગાંધી મ્યૂઝિયમ, રાજકોટ) 

ખીણીપીણી
ખાણીપીણીમાં તો રાજકોટની તોળે કોઈ ના આવે. સૌરાષ્ટ્રની ખાણીપીણી માટે તો એમ કહેવાય છે કે ‘એકવાર કાઠિયાવાડ આવ, તને સ્વર્ગ ભૂલાવી દઉ શામળા’ રાજકોટની એટએટલી વાનગીઓ ફેમસ છે કે તેને ગણવા માટે આંગળીના વેઢા પણ ઓછા પડે. શરૂઆત કરીએ તો રાજકોટનો પૌંઆનો ચેવડો, રાજકોટની લીલી ચટણી, જય સીયારામના પેંડા, રાજકોટની ચીક્કી, પટેલ આઈસ્ક્રીમ, તવા ઊંધિયું, ભુંગળા બટાકા, માવાના ઘુઘરા, ગોલા વગેરે ખાવામાં રાજકોટવાસીઓ ધરાતા નથી. સૌરાષ્ટ્રનું ઓફિશિયલ ફૂડ ફાફડા-જલેબી છે. તે પણ રાજકોટમાં ચાઉથી ખવાય છે. રાજકોટની ખાણીપીણી આખો દિવસ ધમધમતી હોય છે. અહીં બારેમાસ લારીઓ અને રેસ્ટોરન્ટ્સ પર ગ્રાહકોની ભીડ જોવા મળતી હોય છે. રાજકોટ ફૂડ મામલે એક્સપરિમેન્ટનું શહેર ગણાય છે. અહીં તમને રોજ નવી નવી રેસિપીનું એક્સપરિન્ટ કરીને પિરસાતી જોવા મળશે. ખાનારાઓ માટે રાજકોટ સ્વર્ગ કહેવાય છે, અને તેમનો ડેલો રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં જામેલો હોય છે. અહીં મોડી રાત્રે પણ ધમધમાટ જોવા મળે છે.

બપોરે તો બ્રેક હો...
રાજકોટની બીજી મોટી ખાસિયત એ છે કે, બપોરે 1થી 4 દરમિયાન રાજકોટ આખું બંધ હોય છે. બપોરે 1 વાગ્યે એટલે લોકો પોતાની દુકાનના શટર પાડીને ઘરે નીકળી જાય છે. જમીને આરામ કરીને 4 વાગ્યા પછી દુકાનો ખૂલે છે. લગભગ આખા રાજકોટનો આ ક્રમ છે. તમે બપોરે રાજકોટમાં નીકળો તો તમને બધુ સૂમસાન નજરે ચઢશે. 

વેપાર
ગુજરાતના વેપાર ઉદ્યોગમાં પણ રાજકોટનુ્ સ્થાન હંમેશા ઉપર રહ્યાં છે. રાજકોટના ઉદ્યોગોની વાત કરીએ તો, રાજકોટનો જ્વેલરી ઉદ્યોગ વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીંની સિલ્ક એમ્બ્રોઈડરીનો કારોબાર, ઘડિયાના પાર્ટસના ઉદ્યોગોનો ડંકો વાગે છે. રાજકોટ હવે ધીરે ધીરે ઓટોમોબાઈલ તથા સોફ્ટવેર ક્ષેત્રે હબ બની રહ્યું છે.

રાજકોટ અને રાજકારણ
રાજકોટના રાજકારણને ગાંધીજીએ પહેલેથી જ ધબકતુ કર્યું હતું. જે આજદિન સુધી યથાવત છે. ગુજરાતના હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રાજકોટના જ છે. જેમણે ગત વર્ષે રાજ્યસભાના ઈલેક્શનમાં કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજ્યગુરુને હરાવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news