Boxing: પોલેન્ડમાં ભારતીય બોક્સરોની કમાલ, બે ગોલ્ડ સહિત જીત્યા 6 મેડલ

ભારતે પોલેન્ડના વરસામાં ચાલી રહેલી ફેલિસ્કા સ્ટામ ટૂર્નામેન્ટમાં કુલ 6 મેડલ જીત્યા જેમાં મનીષ કૌશિક અને ગૌરવ સોલંકીએ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. 
 

Boxing: પોલેન્ડમાં ભારતીય બોક્સરોની કમાલ, બે ગોલ્ડ સહિત જીત્યા 6  મેડલ

વોરસો (પોલેન્ડ): ભારતના બોક્સરોએ શાનદાર પ્રદર્શન કરતા અહીં 36માં ફેલિસ્ટા સ્ટામ ઈન્ટરનેસનલ બોક્સિંગ ટૂર્નામેન્ટમાં બે ગોલ્ડ સહિત છ મેડલ પોતાના નામે કર્યાં છે. ભારતીય બોક્સરોએ બે ગોલ્ડ સિવાય એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સહિત ટૂર્નામેન્ટમાં દમદાર પ્રદર્શન કર્યું છે. મનીષ કૌશિક અને ગૌરવ સોલંકીએ પોત-પોતાના ભારવર્ગમાં રવિવારે અહીં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

ગૌરવ સોલંકીએ 52 વર્ગમાં જીત્યો ગોલ્ડ
22 વર્ષીય સોલંકી પણ 52 કિલોગ્રામ ભારવર્ગમાં ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે ઈંગ્લેન્ડના વિલિયમ કોલીને સર્વસંમતિથી 5-0થી પરાજય આપ્યો અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. સોલંકીએ ગત વર્ષે રાષ્ટ્રમંડળ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ફરી એકવાર તે ફોર્મની ઝલક રજૂ કરી જેથી તે ગત વર્ષે રાષ્ટ્રમંડળ ગેમ્સ અને કૈમિસ્ટ્રી કપમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. 

2018 CWG bronze winner 🇮🇳‘s @Hussamboxer puts up a dominating effort but suffers an unfortunate 1:4 loss in the Finals to finish with a 🥈of the XXXVI Feliska Stamm International Boxing Tournament.
Keep making 🇮🇳 proud! 🥊💪#PunchMeinHainDum #boxing pic.twitter.com/K23jZhmx5t

— Boxing Federation (@BFI_official) May 5, 2019

મનીષ કૌશિકને ગોલ્ડ અને હુસામુદ્દીને જીત્યો સિલ્વર
ગત વર્ષે ઈન્ડિયા ઓપનમાં ગોલ્ડ અમે રાષ્ટ્રમંડળ ગે્સમાં સિલ્વર મેડલ જીતનાર 23 વર્ષના કૌશિક (60 કિલો)ને પણ વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડ્યો, કોશિકે દમદાર પ્રદર્શન કર્યું અને એક કાંટાના મુકાબલામાં મોરક્કોના મોહમ્મદ હામોઉતને 4-1થી હરાવ્યો. બીજીતરફ 2018 રાષ્ટ્રમંડળ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર મોહમ્મદ હુસામુદ્દીને આ સ્પર્ધામાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. મોહમ્મદ હુસામુદ્દીને 56 કિલોગ્રામ ભારવર્ગના ફાઇનલમાં રૂસના મુહમ્મદ શેખોવ વિરુદ્ધ 1-4થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 

ત્રણ બ્રોન્ઝ મેડલ પણ જીત્યા ભારતે
ભારતના ત્રણ અન્ય બોક્સરોને સેમીફાઇનલમાં હારને કારણે બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. અર્જુન એવોર્ડ જીતી ચુકેલા મનદીપ જાંગડાને 69 કિલોગ્રામમાં રૂસના વાદિમ મુસાઇવ વિરુદ્ધ 0-5, જ્યારે સંજીતને 91 કિલો વર્ગમાં ન્યૂઝીલેન્ડના ડેવિડ નાઇકા વિરુદ્ધ આ અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. અંકિત ખટાનાને સેમીફાઇનલમાં પોલેન્ડના ડેમિયન દુર્કાઝ વિરુદ્ધ 2-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news