IPL 2022: તો મેચ રમ્યા વગર સીધી ફાઇનલમાં પહોંચી જશે ગુજરાત! પ્લેઓફ માટે બીસીસીઆઈએ જાહેર કર્યા નિયમ

GT vs RR Qualifier 1: આઈપીએલની 15મી સીઝનના પ્લેઓફ મુકાબલા 24 મેથી શરૂ થશે. આ પહેલા બીસીસીઆઈએ નિયમો જાહેર કરી દીધા છે. 

IPL 2022: તો મેચ રમ્યા વગર સીધી ફાઇનલમાં પહોંચી જશે ગુજરાત! પ્લેઓફ માટે બીસીસીઆઈએ જાહેર કર્યા નિયમ

કોલકત્તાઃ આઈપીએલ-2022માં મંગળવારથી પ્લેઓફના મુકાબલા શરૂ થવાના છે. હવે ચાર ટીમો વચ્ચે ટાઇટલ જીતવાનો જંગ જોવા મળશે. 24 મેએ કોલકત્તાના ઇડન ગાર્ડનમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે પ્રથમ ક્વોલીફાયર રમાશે. આ મેચ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પ્લેઓફ અને ફાઇનલને લઈને નિયમોની જાહેરાત કરી છે. જો મેચમાં વરસાદ આવે કે કોઈ મુકાબલો ન રમાઈ તો કઈ રીતે નિર્ણય લેવામાં આવશે. તમે પણ જાણો...

આઈપીએલના પ્રથમ ક્વોલીફાયરમાં ટેબલ ટોપર ગુજરાત ટાઈટન્સ અને બીજા સ્થાને રહેલી રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર જોવા મળશે. આ મેચ મંગળવાર એટલે કે 24 મેએ ઈડન ગાર્ડનમાં રમાશે. બીસીસીઆઈએ જાહેર કરેલા નિયમ પ્રમાણે હવામાનને કારણે મેચમાં કોઈ પ્રકારનું વિઘ્ન આવે છે અને મેચ ન રમાઈ તો વિજેતાનો નિર્ણય ઓછામાં ઓછી સુપર ઓવર રમીને થશે. જો સુપર ઓવર રમવાની શક્યતા ન હોય તો મેચનું પરિણામ પોઈન્ટ ટેબલમાં આગળ રહેનારી ટીમના પક્ષમાં જશે. 

તો ગુજરાત ટાઈટન્સને મળશે ફાયદો
લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કરી ગુજરાત ટાઈટન્સ પ્રથમ સ્થાને અને રાજસ્થાન રોયલ્સ બીજા સ્થાને રહી છે. બીસીસીઆઈના નિયમ પ્રમાણે જો ક્વોલીફાયર-1 નહીં રમાઈ તો ગુજરાતની ટીમ સીધી ફાઇનલમાં એન્ટ્રી કરી લેશે. આ નિયમ ક્વોલીફાયર-1, એલિમિનેટર અને ક્વોલીફાયર-2 પર પણ લાગૂ થશે. 

કોલકત્તામાં વાતાવરણ ખરાબ
મંગળવારે કોલકત્તામાં રમાનાર ક્વોલીફાઇર-1માં વાતાવરણ મેચ બગાડી શકે છે. શનિવારે તોફાનના કારણે ઈડન ગાર્ડન મેદાનમાં તબાહી જોવા મળી હતી. તોફાનને કારણે અહીં સ્ટેડિયમનું પ્રેસ બોક્સ પણ તૂટી ગયું છે. આઉટફીલ્ડને બચાવવા માટે ઢાંકેલા એક બાજુના કવર્સ પણ ઉડી ગયા હતા. મંગળવારે પણ કોલકત્તામાં આવુ વાતાવરણ રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 

ભારતીય ક્રિકેટ બોર્ડે પ્લેઓફ માટે જાહેર કરેલી ગાઇડલાઇન પ્રમાણે 29 મેએ અમદાવાદમાં રમાનાર ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો ફાઇનલમાં ટોસ બાદ કોઈ રમત શક્ય ન બને તો રિઝર્વ ડે પર ફરી ટોસ થશે. પરંતુ જો મેચમાં કેટલીક ઓવરની રમત શક્ય બની હોય તો બીજા દિવસે તે જગ્યાએથી ફરી મેચ શરૂ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news