રાહુલ દ્રવિડને મળ્યા બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી, એનસીએને બનાવશે શાનદાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવનિયુક્ત પ્રમુખ સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટના ઉજ્જવળ ભવિષ્ય માટે ચર્ચા કરવા રાહુલ દ્રવિડ સાથે મુલાકાત કરી હતી. 

રાહુલ દ્રવિડને મળ્યા બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી, એનસીએને બનાવશે શાનદાર

નવી દિલ્હીઃ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ (sourav ganguly) બુધવારે એનસીએ (nca) પ્રમુખ રાહુલ દ્રવિડ (rahul dravid) સાથે મુલાકાત કરીને વર્ષોથી ભારતીય ક્રિકેટની 'સપ્લાય લાઇન' રહેલી એકેડમીને શાનદાર બનાવવા પર વાત કરી હતી. ભારત માટે વર્ષો સુધી સાથે રમનાર બંન્ને ધુરંધરોએ એકેડમીને લઈને વાત કરી હતી. ગાંગુલીએ પણ પોતાનો અભિપ્રાય રાખ્યો હતો. 

તેમણે તે સૂચિત જમીનની પણ મુલાકાત લીધી જ્યાં એનસીએની નવી એકેડમી બનવાની છે. બીસીસીઆઈએ કર્ણાટક સરકાર સાથે મેમા 25 એકર જમીન માટે કરાર કર્યો છે. 

હવે તેને બેંગલુરૂ એરપોર્ટની પાસે સેન્ટર ઓફ એક્સીલેન્સ બનાવવા માટે 15 એકર વધારાની જમીન મળી ગઈ છે. ભારતીય ક્રિકેટને નવા છોડ પ્રદાન કરવા માટે બનાવવામાં આવેલ એનસીએ હકીકતમાં પુનર્વાસ કેન્દ્ર બની ગયું છે અને ગાંગુલીએ પણ ખુદ આ વાતનો સ્વીકાર કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news