PM મોદીના આગમનને પગલે 31મી ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નાગરિકો માટે બંધ!

કેવડિયા કોલોની ખાતે વડાપ્રધાન મોદી ઉપરાંત અનેક વીઆઇપી અને વીવીઆઇપીઓ આવવાના હોવાથી નાગરિકો માટે સાઇટ બંધ રહેશે

PM મોદીના આગમનને પગલે 31મી ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નાગરિકો માટે બંધ!

અમદાવાદ : કેવડિયા કોલોની ખાતે 31મી ઓક્ટોબરના રોજ એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં વડાપ્રધાન મોદી હાજર રહેવાના છે. જેના કારણે આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં સીઇઓ (CEO) આઇ.કે પટેલે પત્રકાર પરિષદ સંબોધીને જરૂરી માહિતી આપી હતી. નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 07.30 કલાકે હેલિપેડ પર આવી પહોંચશે. અહીંથી તેઓ સીધા સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા પાસે પહોંચશે.

08.30 વાગ્યે પરેડ ગ્રાઉન્ડ પર તેઓ હાજર રહેશે. આ ઉપરાંત તેઓ વિવિધ પ્રદર્શનો ખુલ્લુ મુકશે. વડાપ્રધાન મોદી 09 વાગ્યે પોલીસ અધિકારીઓ તેમજ આમંત્રીતોને સંબોધિત કરશે. 09.45 વાગ્યે પ્રોબેશનરી અધિકારીઓનું સંબોધન કરશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી વિવિધ યોજનાઓની મુલાકાત તેમજ ઉદ્ધાટન કરશે. વડાપ્રધાન મોદી સાંજે પાંચ વાગ્યા સુધી કેવડિયા કોલોની ખાતે રોકાશે. 

Viral Video : સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક, દુકાનદારને ચપ્પુ બતાવીને લૂંટી લીધો
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટમાં સમય વધારાયો
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. આ માટે ટિકિટનાં સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવેથી સવારે 8થી સાંજે 8 વાગ્યે પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે. જો કે 31મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી આવવાના હોવાથી આ દિવસે ટિકિટ મળી શકશે નહી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news