BCCI: પંતને મળશે 5 કરોડ, પૃથ્વી શોએ કરાર મેળવવા જોવી પડશે રાહ

બીસીસીઆઈના નવા કરારમાં માત્ર 3 ખેલાડીઓને એ પ્લસ ગ્રેડમાં સ્થાન આપવામાં આવ્યું છે. શિખર ધવન અને ભુવનેશ્વર કુમારને આ ગ્રેડમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. 
 

BCCI: પંતને મળશે 5 કરોડ, પૃથ્વી શોએ કરાર મેળવવા જોવી પડશે રાહ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ગુરૂવારે મોડી રાત્રે 2018-19 માટે ખેલાડીઓના કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી. બીસીસીઆઈના નવા કરારમાં એ પ્લસ શ્રેણીમાં માત્ર ત્રણ ખેલાડીઓને રાખવામાં આવ્યા છે. જ્યારે શિખર ધવન અને ભુવનેશ્વર કુમારને એ પ્લસ શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. નવા કરારમાં રિષભ પંતને સૌથી વધુ ફાયદો થયો છે. તેને સીધો- એ ગ્રેડમાં સ્થાન મળ્યું છે. પરંતુ રિષભ પંતની જેમ ગત વર્ષે સારૂ પ્રદર્શન કરનારા પૃશ્વી શોને આ વખતે કરાર મળ્યો નથી. 

કેપ્ટન વિરાટ કોહલી, વાઇસ કેપ્ટન રોહિત શર્મા અને બોલર જસપ્રીત બુમરાહને ગત વર્ષની જેમ આ વર્ષે પણ એ પ્લસમાં યથાવત રાખવામાં આવ્યા છે. વિરાટ અને બુમરાહ ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ/વનડે/ટી20)ના મુખ્ય ખેલાડી છે. રોહિત શર્માનું ટેસ્ટમાં સ્થાન પાક્કુ હોતું નથી. 

ગત વર્ષે શિખર ધવન અને ભુવીને આ ગ્રેડ એ પ્લસમાં રાખવામાં આવ્યા હતા. આ બંન્ને ખેલાડી છેલ્લા એક વર્ષમાં ટીમમાંથી અંદર-બહાર થતા રહ્યાં છે. તેનું નુકસાન તેણે ભોગવવું પડ્યું છે. બંન્નેને ગ્રેડ-એનો કરાર આપવામાં આવ્યો છે. 

ક્યા ગ્રેડમાં મળે છે કેટલા રૂપિયા
A+    7 કરોડ રૂપિયા
A ગ્રેડ     5 કરોડ રૂપિયા
B ગ્રેડ      3 કરોડ રૂપિયા 
C ગ્રેડ      1 કરોડ રૂપિયા 

યુવા બેટ્સમેન રિષભ પંતને સારા પ્રદર્શનનો ફાયદો મળ્યો છે અને તેને સીધો એ ગ્રેડનો કરાર મળ્યો છે. પરંતુ પૃથ્વી શો અને મયંક અગ્રવાલે હજુ બીસીસીઆઈનો કરાર હાસિલ કરવા માટે મહેનત કરવી પડશે. આ બંન્નેને આ વખતે કરારમાં સ્થાન મળ્યું નથી. 

એમએસ ધોની, ચેતેશ્વર પૂજારાને પણ એ ગ્રેડમાં યથાવત રાખવામાં આવ્યા છે. અશ્વિન, જાડેજા, રહાણે, ઈશાંત શર્મા, કુલદીપ યાદવ અને શમી પણ આ ગ્રુપમાં છે. પંડ્યા અને કેએલ રાહુલ ગ્રેડ-બીમાં છે. જ્યારે દિનેશ  કાર્તિકની સાથે ઈજાગ્રસ્ત વિકેટકીપર રિદ્ધિમાન સાહાને પણ ગ્રેડ-સીમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

બીસીસીઆઈના નવા કરારનું સંપૂર્મ લિસ્ટ
A+ ગ્રેડઃ વિરાટ કોહલી, રોહિસ શર્મા, જસપ્રીત બુમરાહ.
A ગ્રેડઃ એમએસ ધોની, શિખર ધવન, રિષભ પંત, ભુવનેશ્વર કુમાર, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, રહાણે, ઈશાંત શર્મા, કુલદીપ યાદવ, શમી.
B ગ્રેડઃ હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, કેએલ રાહુલ, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ.
C ગ્રેડઃ કેદાર જાધવ, દિનેશ કાર્તિક, અંબાતી રાયડૂ, મનીષ પાંડે, હનુમા વિહારી, ખલીલ અહમદ, રિદ્ધિમાન સાહા. 

બીસીસીઆઈ પુરૂષ ટીમ સિવાય મહિલા ટીમ માટે પણ કરારની જાહેરાત કરી છે. મહિલા ક્રિકેટ ટીમમાં મિતાલી રાજ, હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને પૂનમ યાદવને ગ્રેડ-એ શ્રેમીમાં જગ્યા પવામાં આવી છે. ગ્રેડ-બીમાં એતકા બિષ્ટ, ઝૂલન ગોસ્વામી, શિખા પાંડે, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ સામેલ છે. રાધા યાદવ, હેમલતા, અનુજા પાટિલ, વેદા કૃષ્ણામૂર્તિ, માનસી જોશી, પૂનમ રાઉત, મોના, અરૂંધતિ રેડ્ડી, રાજેશ્વરી ગાયકવાડ, તાન્યા ભાટિયા, પૂજાને ગ્રેડ સીમાં જગ્યા મળી છે. મહિલા ક્રિકેટમાં ગ્રેડ-એ ખેલાડીઓને 50 લાખ, ગ્રેડ-બીમાં 30 લાખ અને ગ્રેડ-સીના ખેલાડીઓને વાર્ષિક 10 લાખ રૂપિયા મળે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news