અયોધ્યા કેસ: ઓવૈસીએ મધ્યસ્થતા માટે શ્રીશ્રી રવિશંકરના નામ પર આપત્તિ જતાવી

સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા દ્વારા અયોધ્યા કેસના સમાધાનની વાત કરી છે. આ માટે 3 સભ્યોની પેનલની રચના પણ કરાઈ છે. જેમા આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરનું નામ પણ સામેલ છે. તેમના નામ પર એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ આપત્તિ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મધ્યસ્થતાના નિયમ હોય છે. શ્રીશ્રી રવિશંકરને સુપ્રીમ કોર્ટે નિયુક્ત કર્યા છે. દુ:ખદ વાત છે કે એક એવી વ્યક્તિને મધ્યસ્થી બનાવવામાં આવી છે જે તટસ્થ(Neutral) નથી. જે કોઈ પાર્ટી સાથે પણ સંબંધ ધરાવે છે અને પોતાનો પક્ષ પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે. 
અયોધ્યા કેસ: ઓવૈસીએ મધ્યસ્થતા માટે શ્રીશ્રી રવિશંકરના નામ પર આપત્તિ જતાવી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા દ્વારા અયોધ્યા કેસના સમાધાનની વાત કરી છે. આ માટે 3 સભ્યોની પેનલની રચના પણ કરાઈ છે. જેમા આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરનું નામ પણ સામેલ છે. તેમના નામ પર એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ આપત્તિ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મધ્યસ્થતાના નિયમ હોય છે. શ્રીશ્રી રવિશંકરને સુપ્રીમ કોર્ટે નિયુક્ત કર્યા છે. દુ:ખદ વાત છે કે એક એવી વ્યક્તિને મધ્યસ્થી બનાવવામાં આવી છે જે તટસ્થ(Neutral) નથી. જે કોઈ પાર્ટી સાથે પણ સંબંધ ધરાવે છે અને પોતાનો પક્ષ પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે. 

ઓવૈસીએ કહ્યું કે શ્રીશ્રી રવિશંકરે કહ્યું હતું કે અયોધ્યા પર જો મુસ્લિમ પોતાનો દાવો નહીં છોડે તો ભારત સીરીયા બની જશે. તેઓ તટસ્થ મધ્યસ્થી નથી. આના કરતા તો સુપ્રીમ કોર્ટ કોઈ તટસ્થ વ્યક્તિને મધ્યસ્થી તરીકે પસંદ કરત તો સારું થાત. 

જો કે આ સાથે તેમણે એમ પણ કહ્યું કે આમ છતાં મુસલમાનોએ તેમની પાસે જવું જોઈએ. શ્રીશ્રી રવિશંકરે એ પણ યાદ રાખવું જોઈએ કે તેઓ મધ્યસ્થી છે. અમે આશા કરીએ છીએ કે તેઓ તટસ્થ રહેશે. આ સાથે જ તેમણે એ પણ ઉમેર્યું કે અમે સુપ્રીમ કોર્ટના મધ્યસ્થતાના ઓર્ડરનું સ્વાગત કરીએ છીએ. બાકીના નામોથી કોઈ સમસ્યા નથી. 

આ બધા વચ્ચે મધ્યસ્થી બનાવવા પર પોતાની પહેલી પ્રતિક્રિયામાં શ્રીશ્રી રવિશંકરે કહ્યું કે રામ મંદિર પર મધ્યસ્થતા દેશ માટે સારું છે. મધ્યસ્થતાથી રામ મંદિરનો ઉકેલ લાવી શકાય છે. સમાજમાં સમરસતા જાળવી રાખવાનો હેતુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news