Bangladesh vs India: બાંગ્લાદેશ સામે ઇનિંગની હારથી બચવાનો પડકાર, બેટ્સમેનનો ધબડકો

Bangladesh vs India: બાંગ્લાદેશ વિરૂધ્ધ ભારત સામે ઇન્દોરમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ એક ઇનિંગથી હારવાની સ્થિતિમાં મુકાયું છે. બેટ્સમેનોનો ધબડકો થઇ રહ્યો છે. જુઓ મેચનો સ્કોર

Bangladesh vs India: બાંગ્લાદેશ સામે ઇનિંગની હારથી બચવાનો પડકાર, બેટ્સમેનનો ધબડકો

નવી દિલ્હી : બાંગ્લાદેશ વિરૂધ્ધ ભારત વચ્ચે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ગુરૂવારથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત જીત તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે બાંગ્લાદેશ સામે એક ઇનિંગથી હારવાની સ્થિતિ સર્જાઇ રહી છે. બાંગ્લાદેશ હાર તરફ ધકેલાઇ રહ્યું છે. એક ઇનિંગની હારથી બચવા માટે બાંગ્લાદેશ ઝઝુમી રહ્યું છે. ટીમ ઇન્ડિયાએ બીજા દિવસે દિવસના અંતે છ વિકેટે 493 રન પર દાવ ડિકલેર કરી બાંગ્લાદેશને દાવ આપ્યો હતો. જોકે બીજી ઇનિંગમાં પણ બાંગ્લાદેશના બેટ્સમેનો ભારતીય બોલરો સામે નબળા પડી રહ્યા છે. 

બાંગ્લાદેશની બીજી ઇનિંગમાં ફરી એકવાર પહેલી પાંચ ઓવરમાં  પ્રથમ વિકેટ પડી ન હતી.  પરંતુ છઠ્ઠી ઓવરમાં ઉમેશ યાદવે ફરી એકવાર ટીમ ઇન્ડિયા માટે પહેલી વિકેટ ઝડપી હતી. ઉમેશની ઓવરના પહેલા બોલમાં જ ઇમરૂલ કાયેસ અંદર આવતા બોલને સમજી ન શકતાં બોલ્ડ થયો હતો. કાયેસ માત્ર એક ચોગ્ગા સાથે માત્ર 6 રને આઉટ થયો હતો. 

રિવ્યૂ ગુમાવ્યો ભારતે
પહેલી વિકેટ પડ્યા બાદ એ જ ઓવરમાં ટીમ ઇન્ડિયાને વધુ એક વિકેટની તક મળી હતી. જ્યારે મોમિનુલ હક ઉમેશના બોલ પર બીટ થયો પરંતું એમ્પાયરે આઉટ આપ્યો ન હતો આ સંજોગોમાં ટીમ ઇન્ડિયાએ રિવ્યૂ લીધો હતો. જોકે હક આઉટ ન હોવાથી ભારતે પોતાનો રિવ્યૂ ગુમાવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news