બાંગ્લાદેશી ખેલાડીઓએ ફરી મેદાન પર કર્યો નાગિન ડાન્સ, VIDEO વાયરલ
નિડાસ ટ્રોફીમાં શ્રીલંકા સામે વિજય બાદ બાંગ્લાદેશના ખેલાડીઓએ પ્રથમ વખત નાગિન ડાન્સ કર્યો હતો. ત્યાર બાદ એશિયા કપની ફાઈનલમાં બાંગ્લાદેશના ખેલાડીઓએ મેદાન પર ફરી નાગિન ડાન્સની ઝલક દેખાડી હતી
Trending Photos
નવી દિલ્હીઃ એશિયા કપ 2018ની પ્રથમ મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. એશિયા કપની શરૂઆત પહેલાં જ પ્રશંસકોએ બાંગ્લાદેશને સોશિયલ મીડિયા પર નાગિન ડાન્સની અપીલ કરવાનું શરૂ કરી દીધું હતું. આ ટૂર્નામેન્ટના અંત સુધી પ્રસંસકો બાંગ્લાદેશના ખેલાડીઓને નાગિન ડાન્સ કરવાની અપીલ કરતા રહ્યા. બાંગ્લાદેશના ખેલાડીઓએ પોતાના પ્રશંસકોની આ અપીલને પુરી કરી નહીં, પરંતુ ફાઈનલ મેચમાં આખરે બાંગ્લા ખેલાડીઓ નાગિન ડાન્સ કરી જ નાખ્યો હતો.
હકીકતમાં આ વર્ષની શરૂઆતમાં નિડાસ ટ્રોફીમાં શ્રીલંકા સામેના વિજય બાદ પ્રથમ વખત બાંગ્લાદેશના ખેલાડીઓએ નાગિન ડાન્સ કર્યો હતો. ત્યાર બાદ ફરી એશિયા કપની ફાઈનલમાં ભારત સામેની મેચમાં બાંગ્લાદેશના ખેલાડીઓએ નાગિન ડાન્સની ઝલક દેખાડી હતી.
એશિયા કપ 2018ની ફાઈનલમાં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ફાઈનલ મેચમાં ડાબા હાથના સ્પિનર નજમુલ ઈસ્લામે શિખર ધવનને આઉટ કર્યા બાદ તેની સામે નાગિન ડાન્સ કર્યો હતો.
— Kabali of Cricket (@KabaliOf) September 28, 2018
ભારત માટે વિજય માટે જરૂરી લક્ષ્યનો પીછો કરવો ઉતાર-ચઢાવથી ભરપૂર રહ્યો હતો. ભારતે ઝડપી શરૂાત કરી હતી, પરંતુ પાંચમી ઓવરના ચોથા બોલે શિખર ધવને (15) નજમુલ ઈસ્લામના બોલને મિડઓફના ઉપરથી રમવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે સૌમ્ય સરકારને કેચ આપી બેઠો હતો.
આ દરમિયાન સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા દર્શકોએ પણ નાગિન ડાન્સનો ભરપૂર આનંદ માણ્યો હતો.
#INDVBAN #Nagin Dance at it’s best 😂 pic.twitter.com/R8vW0HqjNe
— Kruti (@Kruspace) September 28, 2018
એશિયા કપ-2018ની ફાઈનલમાં બાંગ્લાદેશને અંતિમ બોલ સુધી ખેંચાયેલી રોમાંચક મેચમાં ભારતે ત્રણ વિકેટે હરાવીને કપ જીત્યો હતો. બાંગ્લાદેશની ટીમે પ્રથમ બેટિંગ કરતાં સારી શરૂઆત કર્યા બાદ પણ 48.5 ઓવરમાં 222 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે આ લક્ષ્યને 7 વિકેટ ગુમાવીને અંતિમ બોલે મેચ અને કપ જીતી લીધો હતો.
આ અગાઉ ભારતે 1984, 1988, 1990-91, 1995, 2010 અને 2016માં એશિયા કપ જીત્યો હતો. બાંગ્લાદેશ ત્રીજી વખત ફાઈનલમાં પહોંચીને કપ જીતી શક્યું ન હતું. 2016માં છેલ્લી આવૃત્તિમાં પણ ભારતે બાંગ્લાદેશને હરાવીને ટ્રોફી જીતી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે