ઇન્ડોનેશિયા ધરતીકંપથી ભયાનક તબાહી: 384 લોકોના મોત, સેંકડો ગુમ

ઇંડોનેશિયામાં ભયંકર ભૂકંપ અને સૂનામીની ઝપટે ચડેલા લોકોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. શુક્રવારે થયેલી આ તબાહીથી અત્યાર સુધી મોતનો આંકડો 384 પહોંચી ચુક્યું છે. બીજી તરફ આશરે 540 લોકો ઘાયલ છે અને સેંકડો ગુમ છે. બીજી તરફ હોસ્પિટલમાં ઘાયલો અને તેને જોનારા લોકોથી ભરાઇ ચુક્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાલૂ શહેરથી 78 કિલોમીટરના અંતર પર હતું. 
ઇન્ડોનેશિયા ધરતીકંપથી ભયાનક તબાહી: 384 લોકોના મોત, સેંકડો ગુમ

જકાર્તા : ઇંડોનેશિયામાં ભયંકર ભૂકંપ અને સૂનામીની ઝપટે ચડેલા લોકોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. શુક્રવારે થયેલી આ તબાહીથી અત્યાર સુધી મોતનો આંકડો 384 પહોંચી ચુક્યું છે. બીજી તરફ આશરે 540 લોકો ઘાયલ છે અને સેંકડો ગુમ છે. બીજી તરફ હોસ્પિટલમાં ઘાયલો અને તેને જોનારા લોકોથી ભરાઇ ચુક્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાલૂ શહેરથી 78 કિલોમીટરના અંતર પર હતું. 
અમેરિકી ભુગર્ભ સર્વે અનુસાર શુક્રવારે મધ્ય સુલાવેસીના ડોગ્ગાલા વિસ્તારમાં આવેલા આ ધરતીકંપની તીવ્રતા 7.5 હતી. આ તીવ્રતા વર્ષની શરૂઆતમાં લોમબોક દ્વીપમાં આવેલા ધરતીકંપ કરતા ઘણી વધારે હતી, જેમાં સૈંકડો લોકો ઠાર મરાયા હતા.

ખુલ્લામાં થઇ રહી છે સારવાર
ભૂકંપ બાદ પાલૂની હોસ્પિટલમાં હાલના સમયે ઘાયલોની સંખ્યા એટલી વધી ગઇ છે કે ઘણા બધા લોકોની સારવાર ખુલામાં કરવામાં આવી રહી છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ જણાવ્યું કે, દુર્ઘટના સ્થળ પર મદદ માટે સેનાને બોલાવાઇ રહી છે. સમાચારો અનુસાર આ દુર્ઘટનામાં હજારો ઘર અને અન્ય ઇમારતોને નુકસાન પહોંચ્યું છે, જેમાં 80 રૂમની હોટલનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત કેટલીક મસ્જીદો, શોપિંગ મોલ્સ વગેરે પડી ગઇ હોવાના પણ સમાચાર છે. સાવધાની વરતતા પાલૂ એરપોર્ટને શનિવારે સાંજ સુધી બંધ રાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. 

પાર્ટી સમયે આવ્યો ધરતીકંપ
આશરે સાડા ત્રણ લાખની વસ્તી ધરાવતા શહેર પાલુમાં શુક્રવારે સુનામીની 1.5 મીટર ઉંચી લહેરો ઉઠી હતી. ઘણા લોકો ના શબ સમુદ્ર કિનારે જોવા મળ્યા. ઇમરજન્સી એજન્સીએ જણાવ્યું કે, તે રાત્રે ત્યાં સમુદ્ર કિનારે કોઇ ઉજવણી થવાનું હતુ અને લોકો તેની જ તૈયારીમાં લાગેલા હતા.હાલ ત્યાં વધારે શબોની શોધખોળ ચાલી રહી છે. એક વ્યક્તિને સમુદ્ર કિનારા પાસે એક નાનકડા બાળની રેતીમાં દટાયેલા શબો પણ કાઢતા જોવા મળ્યા હતા. 
ઇન્ડોનેશિયાની ભૌગોલિક સ્થિતીના કારણે ત્યાં ધરતીકંપનો ખતરો હરહંમેશ રહે છે. ડિસેમ્બર 2004માં પશ્ચિમી ઇન્ડોનેશિયાના સુમાત્રામાં 9.3ની તિવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. જેના કારણે આવેલા સુનામીના કારણે હિંદ મહાસાગર ક્ષેત્રનાં ઘણા દેશોમાં 2,20,000 લોકો ઠાર મરાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news