AUSvsIND: ક્યારેય નહીં સુધરે ઓસ્ટ્રેલિયન દર્શક, હવે ગાબામાં સિરાજ અને સુંદરને આપી ગાળો

બોર્ડર-ગાવસકર સિરીઝની ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે મોહમ્મદ સિરાજ માટે કેટલાક દર્શકોએ ફરીથી અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો સિડની મોર્નિંગ હેરાલ્ડના એક રિપોર્ટ પ્રમાણે કેટલાક દર્શકોએ સિરાજ સિવાય વોશિંગટન સુંદર માટે પણ અપશબ્દો કહ્યા હતા. 
 

AUSvsIND: ક્યારેય નહીં સુધરે ઓસ્ટ્રેલિયન દર્શક, હવે ગાબામાં સિરાજ અને સુંદરને આપી ગાળો

બ્રિસબેનઃ ભારત વિરુદ્ધ ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયન દર્શકોનું વર્તન શરમજનક રહ્યું છે. આજે બ્રિસબેનમાં ઓસ્ટ્રેલિયાના ફેન્સે ખેલાડીઓને ગાળો આપવાનો મામલો સામે આવ્યો છે. બ્રિસબેનના ગાબામાં સિરીઝની અંતિમ અને ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય બોલર મોહમ્મદ સિરાજને દર્શકોએ અપશબ્દો કહ્યા હતા. 

બોર્ડર-ગાવસકર સિરીઝના ચોથા અને અંતિમ મેચના પ્રથમ દિવસે શુક્રવારે સિરાજ માટે કેટલાક દર્શકોએ ફરી ખરાબ ભાષાનો પ્રયોગ કર્યો હતો. સિડની મોર્નિંગ હેરાલ્ડના એક રિપોર્ટ પ્રમાણે, કેટલાક દર્શકોએ સિરાજ સિવાય વોશિંગટન સુંદર માટે પણ અપશબ્દો કહ્યા હતા. 

રિપોર્ટ પ્રમાણે, કેટ નામના એક દર્શકે જણાવ્યુ કે, સિરાજ અને સુંદરને લઈને કેટલાક દર્શક સતત ખરાબ બોલી રહ્યાં હતા અને રાડો પાડી રહ્યાં હતા. તેમણે જણાવ્યું કે, સિરાજને મોટાભાગના લોકોએ નિશાન બનાવ્યો, જેને સિડની ટેસ્ટ દરમિયાન પણ અપશબ્દો કહેવામાં આવ્યા હતા. 

તમિલનાડુના સુંદરે આ મેચની સાથે ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યુ. આ પહેલા સિડનીમાં રમાયેલી સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન પણ દર્શકોએ સિરાજ માટે જાતિવાદી કોમેન્ટ્સ કરી હતી. પરંતુ બાદમાં પોલીસ અને સુરક્ષાકર્મીઓની મદદથી કેટલાક દર્શકોને બહાર મોકલી દેવામાં આવ્યા હતા. 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની સિરીઝ હાલમાં 1-1થી બરોબર છે. એડિલેડમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી તો મેલબોર્નમાં ભારતે વાપસી કરતા યજમાન ટીમને પરાજય આપ્યો હતો. સિડની ટેસ્ટ ડ્રો રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news