રામ મંદિર માટે રાષ્ટ્રપતિએ આપ્યું 5 લાખનું દાન, 'નિધિ સમર્પણ કાર્યક્રમ'ની થઈ શરૂઆત
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan)એ પણ વિશ્વ હિંદુ પરિષદ (VHP)ને રામ મંદિર નિર્માણ માટે 1 લાખ રૂપિયાની રાશિ દાનમાં આપી છે. મુખ્યમંત્રી ચૌહાણે કહ્યુ, 'ભગવાન શ્રીરામ મંદિરના નિર્માણમાં એક ઈંટ અમારા પરિવારની લાગશે.
Trending Photos
નવી દિલ્હીઃ રામ મંદિર નિધિ સમર્પણ અભિયાનના પ્રથમ દિવસે શુક્રવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરિજી મહારાજ (Govind Dev Giri Ji Maharaj)ને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind)એ શુભકામનાઓની સાથે 5 લાખ રૂપિયાની ધનરાશિ દાનમાં આપી છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan)એ પણ વિશ્વ હિંદુ પરિષદ (VHP)ને રામ મંદિર નિર્માણ માટે 1 લાખ રૂપિયાની રાશિ દાનમાં આપી છે. મુખ્યમંત્રી ચૌહાણે કહ્યુ, 'ભગવાન શ્રીરામ મંદિરના નિર્માણમાં એક ઈંટ અમારા પરિવારની લાગશે. આ રામ મંદિર નહીં રાષ્ટ્ર મંદિર છે. શ્રી રામજી ભારતની ઓળખ છે. આ સૌભાગ્ય છે કે મંદિરનું નિર્માણ જનસહયોગથી પ્રારંભ થઈ રહ્યું છે અને તેમાં અમને યોગદાન આપવાનું સૌભાગ્ય મળ્યું છે.'
VHPના આલોક કુમારે જણાવ્યુ, અમે લોકો અભિયાનની શરૂઆત માટે તેમની પાસે ગયા. તેમણે આ માટે 5,01,000 રૂપિયા દાન આપ્યા અને આ મિશનની સફળતા માટે શુભેચ્છા આપી છે.
Madhya Pradesh CM Shivraj Singh Chouhan handed over a cheque of Rs 1 lakh to a leader of Vishva Hindu Parishad (VHP) as a contribution for the construction of Ram Mandir in Ayodhya. pic.twitter.com/NjQ0sHdvGZ
— ANI (@ANI) January 15, 2021
હકીકતમાં આજથી અયોધ્યામાં બનનાર ભવ્ય રામ મંદિર માટે 'નિધિ સમર્પણ અભિયાન'ની શરૂઆત થઈ અને તેમાં સૌથી પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોલિંદ તરફથી સમર્પણ નિધિ (donation) આપવામાં આવી. આજે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, વિશ્વ હિંદુ પરિષદ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. આ ક્રમમાં દક્ષિણ ભારતીય અભિનેત્રી પ્રણિતા સુભાષે ટ્વીટ કરી લોકોને દાન કરવાની અપીલ કરી છે.
મહત્વનું છે કે રામ મંદિર નિર્માણ માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દાન આપનાર પ્રથમ સહયોગી છે. વિહિપના કાર્યાધ્યક્ષ આલોક કુમારે કહ્યુ કે, અભિયાન માટે શુભકામના મેળવવા પ્રધાનમંત્રી મોદી પાસે પણ સમય માગવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે