AUS Open: ફેડરરનું સપનું રોળાયું, જોકોવિચે સેમિફાઇનલમાં હરાવી કર્યો બહાર
હવે ફાઇનલમાં જોકોવિચનો સામનો ઓસ્ટ્રિયાના પાંચમી સીડ ડોમિનિક થીમ અને જર્મનીના સાતમી સીડ એલેક્ઝેન્ડર જ્વેરેવ વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સામે થશે.
Trending Photos
મેલબોર્નઃ સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ (djokovic) વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના (AUS Open) ફાઇનલમાં પહોંચી ગયો છે. ગુરૂવારે વર્લ્ડ નંબર-2 જોકોવિચે સ્વિસ દિગ્ગજ રોજર ફેડરરને (federer vs djokovic) 7-6 (7-1), 6-4, 6-3થી પરાજય આપ્યો હતો. આ હારની સાથે 38 વર્ષીય વર્લ્ડ નંબર-3 ફેડરરનું 21મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાનું સપનું અધુરૂ રહી ગયું છે.
રેકોર્ડ આઠમું ટાઇટલ જીતવા માટે ઉતરેલા 32 વર્ષના જોકોવિચે પોતાની શાનદાર રમતથી 2 કલાક 18 મિનિટમાં ફેડરરને પરાજય આપ્યો હતો. હવે ફાઇનલમાં જોકોવિચનો સામનો ઓસ્ટ્રિયાના પાંચમી સીડ ડોમિનિક થીમ અને જર્મનીના સાતમી સીડ એલેક્ઝેન્ડર જ્વેરેવ વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સામે થશે.
🇷🇸 U-N-S-T-O-P-P-A-B-L-E 🇷🇸@DjokerNole def. Roger Federer for the 27th time 7-6(1) 6-4 6-3 to earn the chance to play for his 8️⃣th #AusOpen title 🏆#AO2020 pic.twitter.com/Hy7lu8AIHo
— #AusOpen (@AustralianOpen) January 30, 2020
આ સાથે ફેડરરની પોતાના વિરોધી જોકોવિચ સામે મેલબોર્નમાં ચોથી હાર છે અને આ તમામ મેચ સેમિફાઇનલ રહી છે. આ પહેલા 2008, 2011 અને 2016માં જોકોવિચે ફેડરરને પરાજય આપ્યો હતો.
Another #AusOpen, another final featuring @DjokerNole 👏 #AO2020 pic.twitter.com/8q71Wq6zx9
— #AusOpen (@AustralianOpen) January 30, 2020
20 ગ્રાન્ડ સ્લેમ જીતી ચુકેલા ફેડરરનો જોકોવિચ વિરુદ્ધ કરિયર રેકોર્ડ હવે 23-27નો થઈ ગયો છે. જોકોવિચની નજર 17માં ગ્રાન્ડસ્લેમ ટાઇટલ પર છે. 19 ગ્રાન્ડસ્લેમ જીતી ચુકેલ વર્લ્ડ નંબર-1 રાફેલ નડાલ પહેલા જ બહાર થઈ ચુક્યો છે. ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમે તેને અપસેટનો શિકાર બનાવ્યો હતો.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે