ઘુંઘટમાં રહેલી આ મહિલા ઠંડે કલેજે રમી ખુની ખેલ, વિગતો જાણીને મગજ મારી જશે બહેર

સુરતના પાંડેસરા વિસ્તારમાં શાકભાજીના વેપારીની હત્યા મામલે પોલીસે ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢી હત્યારી પત્નીની ધરપકડ કરી છે.

ઘુંઘટમાં રહેલી આ મહિલા ઠંડે કલેજે રમી ખુની ખેલ, વિગતો જાણીને મગજ મારી જશે બહેર

ચેતન પટેલ, સુરત : સુરતના પાંડેસરા વિસ્તારમાં શાકભાજીના વેપારીની હત્યા મામલે પોલીસે ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢી હત્યારી પત્નીની ધરપકડ કરી છે. ચાર માસૂમ બાળકોની નજર સમક્ષ જ પત્નીએ પોતાના પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે માસૂમ બાળકોએ જ માતાની પોલ ઉઘાડી પાડી દેતા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની વિગતો જોઈએ તો પાંડેસરાના વડોદ ગામ ખાતે આવેલા મહાવીર નગરમાં રહેતા પ્રેમચંદ્ર સોનકર શાકભાજીનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતો. આ દરમિયાન બુધવારના મળસ્કે પાંચ વાગ્યાના સમય દરમિયાન ચાર જેટલા નકાબપોશ ઈસમો ઘરમાં ઘુસી આવ્યા હતા અને વેપારીના ગળાના ભાગે ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. આ પછી પત્નીએ બુમાબુમ કરી મુકતા આસપાસના લોકો ત્યાં ઘસી આવ્યા હતા અને ઘટનાની જાણકારી પાંડેસરા પોલીસને આપી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસ અંતર્ગત મૃતક પ્રેમચંદ્ર સોનકરની પત્ની સુધાની પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. આ પુછપરછ દરમિયાન પત્નીના વિરોધાભાસ નિવેદન લઈ પોલીસને શંકા ગઈ હતી અને પુછપરછ દરમિયાન સંતાનોએ જ માતાની પોલ ઉઘાડી પાડી દેતા પોલીસે તેણીની ધરપકડ કરી હતી. પોલીસે હત્યારી પત્નીની પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.

પોલીસની પૂછપરછમાં સુધાએ પોતાના પ્રેમી સંતોષ પ્રજાપતિ સાથે મળી આ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસને મળતી માહિતી પ્રમાણે હત્યારી પત્નીએ પતિના બે હાથ પકડ્યા હતા જ્યારે પ્રેમી સંતોષે ગળે ટુંપો દઈ હત્યા કરી નાખી હતી. તેમણે મળીને હથોડી વડે માથાના ભાગે હુમલો કરી ગુપ્ત ભાગે પણ ગંભીર રીતે ઇજા કરી હતી. સમગ્ર ઘટના પર પડદો પાડવા પત્ની અને પ્રેમીએ નકાબપોશ ઈસમોએ હત્યા કરી હોવાનું ખોટું ચિત્ર ઊભું કર્યું હતું. આ મામલાનો આરોપી પ્રેમી સંતોષ મૃતક પ્રેમચંદ્રના ત્યાં જ કામ કરતો હતો અને માલિકની પત્ની સુધા સાથે તેનો પ્રેમસંબંધ ચાલ્યો હતો. હત્યાની આ ઘટનામાં પ્રેમી સંતોષ હાલ ફરાર છે અને પોલીસ દ્વારા હાલ શોધખોળ શરૂ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news