Assam સરકારનો મોટો નિર્ણય, સ્ટાર સ્પ્રિન્ટર હિમા દાસ બનશે DSP
હિમા દાસ પ્રથમ એવી ભારતીય મહિલા છે જેણે વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ ટ્રેકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હિમાએ 400 મીટરની રેસ 51.46 સેકેન્ડમાં પૂરી કરી આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય મહિલા સ્ટાર સ્પ્રિન્ટર હિમા દાસ (Hima Das) અસમ પોલીસમાં ડેપ્યુટી સુપ્રિડેન્ટ (DSP) પર પર તૈનાત થશે. અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તેની જાણકારી મુખ્યમંત્રીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી છે. કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજિજૂ (Kiran Rijiju) એ પણ હિમા દાસ (Hima Das) ને શુભેચ્છા આપીછે. રિજિજૂએ ટ્વીટ કરી હિ માને શુભેચ્છા આપવાની સાથે સોનવાલનો આભાર વ્યક્ત કર્યો છે.
કેબિનેટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ક્લાસ-1 અને ક્લાસ-2મા ખેલાડીઓની નિમણૂક માટે એકીકૃત ખેલ નીતિમાં સંશોધન કર્યુ છે. ઓલિમ્પિક, એશિયન ગેમ્સ (Asian Games) અને કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) મેડલ વિજેતાઓને ક્લાસ 1 શ્રેણીમાં નિયુક્ત કરવામાં આવશે.
Well done! Assam Cabinet, headed by CM @sarbanandsonwal Ji has decided to offer the post of DSP in Assam Police to sprinter queen @HimaDas8 ! pic.twitter.com/kfkFcYj4KE
— Kiren Rijiju (@KirenRijiju) February 10, 2021
ઢિંગ એક્સપ્રેસ ('Dhing Express) ના નામથી ફેમસ 20 વર્ષની હિમા અસમની રહેવાસી છે. હિમા આઈએએએફ વર્લ્ડ અન્ડર 20 ચેમ્પિયનશિપ (IAAF World U20 Championships) માં ગોલ્ડ જીતનારી ભારતની એકમાત્ર મહિલા સ્પ્રિન્ટર છે. અસમની આ દોડવીરે 51.46 સેકેન્ડમાં રેસ પૂરી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે