Chamoli: તપોવન સુરંગમાં બચાવ કાર્ય ફરીથી શરૂ, અચાનક પાણી ભરાઈ જવાથી બંધ કરાયું હતું

ચમોલી: ઉત્તરાખંડ (Uttarakhand) ના ચમોલી (Chamoli)  જિલ્લામાં ગત રવિવારે ગ્લેશિયર તૂટવાના કારણે આવેલી ત્રાસદીના 5માં દિવસે પણ લોકોની શોધ ચાલુ છે.

Chamoli: તપોવન સુરંગમાં બચાવ કાર્ય ફરીથી શરૂ, અચાનક પાણી ભરાઈ જવાથી બંધ કરાયું હતું

નવી દિલ્હી: ચમોલી: ઉત્તરાખંડ (Uttarakhand) ના ચમોલી (Chamoli)  જિલ્લામાં ગત રવિવારે ગ્લેશિયર તૂટવાના કારણે આવેલી ત્રાસદીના 5માં દિવસે પણ લોકોની શોધ ચાલુ છે. આજે સવારથી જ તપોવન સુરંગમાં ફસાયેલા 30 જેટલા મજૂરોને બચાવવા માટે રેસ્ક્યૂ વર્ક ચાલુ હતું પરંતુ અચાનક સુરંગમાં પાણી ભરાઈ જવાથી તેને અટકાવવું પડ્યું. જો કે જળ સ્તર નીચું જતા પાછું બચાવ કાર્ય  શરૂ કરવામાં આવ્યું છે. 

— ANI (@ANI) February 11, 2021

સુરંગમાં પાણી કેવી રીતે આવ્યું?
વાત જાણે એમ છે કે અલકનંદા નદી અને ઋષિ ગંગા નદીનું જળ સ્તર અચાનક વધી ગયું. ત્યારબાદ તપોવન સુરંગમાં પણ પાણી ભરાવવા લાગ્યા. સુરંગમાં પાણી ભરાયા બાદ રેસ્ક્યૂ ઓપરેશન અટકાવવામાં આવ્યું અને બચાવ ટુકડીએ સુરંગમાંથી બહાર નીકળવું પડ્યું હતું. 

અત્યાર સુધી 35 મૃતદેહો મળી આવ્યા
રાજ્ય સરકારના જણાવ્યાં મુજબ ઉત્તરાખંડમાં મચેલી તબાહીમાં અત્યાર સુધીમાં 35 લોકો માર્યા ગયા છે. જ્યારે 204 લોકો ગુમ છે. અત્યાર સુધીમાં 10 મૃતદેહો એવા છે જેમની ઓળખ થઈ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news