એશિયન પેરા ગેમ્સઃ ભાલાફેંક એથલીટે ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ મેડલ

સોમવારે સંદીપ ચૌધરીએ 60.01 મીટરનો થ્રો કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ભારતને રવિવારે બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. 
 

એશિયન પેરા ગેમ્સઃ ભાલાફેંક એથલીટે ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ મેડલ

જકાર્તાઃ ભાલાફેંક ખેલાડી સંદીપ  ચૌધરીએ એશિયન પેરા ગેમ્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવતા પુરૂષોની એફ 42. 44 / 61. 64 સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 

સંદીપે 60.01 મીટર થ્રો કરીને પ્રથમ સ્થાન હાસિલ કર્યું હતું. શ્રીલંકાના ચમિંડા સંપત હેત્તીએ સિલ્વર મેડલ જીત્યો, જેનો સર્વશ્રેષ્ઠ પ્રયાસ 59.32 મીટરનો હતો. ઈરાનના ઓમિડી અલી (58.97)ની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

ચૌધરી એફ 42.44/61.64 વર્ગનો ખેલાડી છે, જે પગની લંબાઈમાં વિકાર, માંસપેશિઓની નબળાઇ સાથે સંબંધિત છે. ભારતે રવિવારે બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. 

પાવરલિફ્ટિંગમાં પુરૂષોની 49 કિલો વર્ગમાં ફરમાન બાશાએ સિલ્વર જીત્યો, જ્યારે પરમજીત કુમારને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. 

સ્વિમિંગમાં દેવાંશી એસે મહિલાઓની 100 મીટર બટરફ્લાઈમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તો સુયશ જાધવે પુરૂષોની 200 મીટર વ્યક્તિગત મેડલમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news