Rohit Sharma: રોહિત શર્માએ વનડેમાં પૂરા કર્યા 10 હજાર રન, બન્યો છઠ્ઠો ભારતીય

IND vs SL: રોહિત શર્માએ વનડે આંતરરાષ્ટ્રીયમાં 10 હજાર રનનો આંકડો પાર કરી લીધો છે. રોહિત શર્માએ 241 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. તો વિરાટ કોહલીએ 205 ઈનિંગમાં 10 હજાર રન પૂરા કર્યા હતા. 

Rohit Sharma: રોહિત શર્માએ વનડેમાં પૂરા કર્યા 10 હજાર રન, બન્યો છઠ્ઠો ભારતીય

કોલંબોઃ Rohit Sharma Stats: ભારત અને શ્રીલંકાની ટીમો કોલંબોમાં આમને-સામને છે. આ મુકાબલામાં ભારતીય ટીમ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી રહી છે. તો ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં 10 હજાર રનનો આંકડો પાર કરી લીધો છે. રોહિત શર્માએ 241 ઈનિંગમાં 10 હજાર રન બનાવવાની સિદ્ધિ મેળવી છે. રોહિત શર્માએ શ્રીલંકા વિરુદ્ધ 22મો રન બનાવવાની સાથે આ ખાસ મુકામ હાસિલ કર્યો હતો. 

રોહિત શર્મા વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં 10 હજાર રનનો આંકડો પાર કરનાર બીજો સૌથી ઝડપી બેટર બની ગયો છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી ટોપ પર છે. વિરાટ કોહલીએ 205 ઈનિંગમાં 10 હજાર રનનો આંકડો પાર કર્યો છે. આ યાદીમાં ત્રીજા સ્થાને પૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકર છે. સચિને 259 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. 

આવુ રહ્યું રોહિત શર્માનું કરિયર
આંકડા જણાવે છે કે રોહિત શર્માએ અત્યાર સુધી 248 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ 248 મેચની 241 ઈનિંગમાં રોહિત શર્માએ 10025 રન બનાવ્યા છે. રોહિત શર્માના નામે વનડે ફોર્મેટમાં 30 સદી છે. આ સિવાય રોહિત શર્માએ 50 વખત 50નો આંકડો પાર કર્યો છે. રોહિત શર્મા ઈતિહાસમાં એકમાત્ર બેટર છે, જેણે વનડે ફોર્મેટમાં 3 વખત બેવડી સદી ફટકારી છે. વનડે ફોર્મેટમાં રોહિત શર્માએ 49.14ની એવરેજ અને 90.30 ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. 

ભારત તરફથી વનડેમાં 10 હજાર રન ફટકારનાર બેટર
18426- સચિન તેંડુલકર
13024- વિરાટ કોહલી
11363- સૌરવ ગાંગુલી
10889- રાહુલ દ્રવિડ
10773- એમએસ ધોની
10001- રોહિત શર્મા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news