શૂટિંગ વિશ્વકપઃ અપૂર્વી ચંદેલાએ જીત્યો વર્ષનો બીજો ગોલ્ડ
દેશની સ્ટાર શૂટર અપૂર્વીએ ફાઇનલમાં 251.0ના સ્કોરની સાથે ગોલ્ડ મેડલ હાસિલ કર્યો હતો. ચીનની વાંગ લુયાઓએ 250.8ના સ્કોરની સાથે સિલ્વર અને તેની હમવતન જૂ હોંગે 229.4ના સ્કોરની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Trending Photos
મ્યૂનિખ (જર્મની): ભારતની સ્ટાર મહિલા શૂટર અપૂર્વી ચંદેલાએ અહીં ચાલી રહેલી આઈએસેસએફ વિશ્વકપમાં રવિવારે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતીય રાષ્ટ્રીય રાયફલ સંઘ (એનઆરએઆઈ)એ પોતાના સત્તાવાર ટ્વીટ હેન્ડલ પર તેની જાણકારી આપી છે. વર્લ્ડ નંબર-1 અપૂર્વીએ 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અપૂર્વીએ આ વર્ષે આ બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે.
પાછલા વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં 10 મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીતનારી અપૂર્વીએ ફાઇનલમાં 251.0ના સ્કોરની સાથે ગોલ્ડ મેડલ હાસિલ કર્યો છે. ચીનની વાંગ લુયાઓએ 250.8ના સ્કોરની સાથે સિલ્વર અને તેની હમવતન જૂ હોંગે 229.4ના સ્કોરની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
જયપૂરની અપૂર્વી અને વાંગ વચ્ચે મુકાબલો ખુબ રોમાંચક રહ્યો જેમાં તે ભારતીય માત્ર 0.1 પોઈન્ટથી આગળ હતી. અપૂર્વીએ અંતમાં 10.4 પોઈન્ટથી ગોલ્ડ હાસિલ કર્યો જ્યારે વાંગ 10.3 પોઈન્ટ બનાવી શકી હતી. આ અપૂર્વીનો વર્ષમાં આઈએસએસએફ વિશ્વકપ ગોલ્ડ મેડલ છે, તેણે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં વિશ્વ રેકોર્ડની સાથે પ્રથમ સ્થાન હાસિલ કર્યું હતું. બેઇજિંગમાં બીજા વિશ્વકપમાં તે ચોથા સ્થાન પર રહી હતી. આ તેના કરિયરનો ચોથો આઈએસએસએફ મેડલ છે.
It’s GOLD again for world no.1 @apurvichandela as she wins the women’s 10m Air Rifle at the @ISSF_Shooting World Cup in Munich. This is her second wc Gold on the trot in the event. Congratulations! #champion
— NRAI (@OfficialNRAI) May 26, 2019
એક અન્ય ભારતીય ઇલાવેનિલ વલારિવાન પણ ફાઇનલ સુધી પહોંચી પરંતુ દુર્ભાગ્યશાળી રહી અને મેડલ ચુકીને ચોથા સ્થાન પર રહી હતી. તે બ્રોન્ઝ મેડલ ધારકથી માત્ર 0.1 પોઈન્ટ પાછળ રહી ગઈ હતી. ક્વોલિફાઇંગમાં અપૂર્વીએ 633 અને ઇલાવેનિલે 632.7 પોઈન્ટથી ટોપ બે સ્થાનથી ક્વોલિફાઇ કર્યું. અંજુમ મોગદિલ 11માં સ્થાને રહી હતી. મનુ ભાકર 289 પોઈન્ટ સાથે 24માં જ્યારે ચિંકી યાદવ 276થી 95મી સ્થાન પર રહી હતી.
આ દિવસે બે ટોક્ટો 2020 ઓલિમ્પિક કોટા ઉપલબ્ધ હતા જે રોમાનિયાની લૌરા જાર્જેટા કોમાન અને હંગરીની ઇસ્ટર મેસજોરાસના નામે રહ્યાં જેણે મહિલા 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં પાંચમું અને છઠ્ઠું સ્થાન હાસિલ કર્યું હતું. ભારતની પાસે પહેલા જ 5 કોટા સ્થાન છે. અપૂર્વી, અંજુમ, સૌરભ ચૌધરી, અભિષેક વર્મા અને દિવ્યાંશ સિંહ પંવારે કોટા હાસિલ કર્યો છે. સોમવારે 6 ફાઇનલ રમાશે જેમાં 6 ટોક્યો ટિકિટ દાવ પર હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે