INDvsENG: પ્રથમ અને અંતિમ ટેસ્ટમાં સદી ફટકારનાર પાંચમો બેટ્સમેન બન્યો કુક

તે પણ સંયોગ છે કે કુકે પોતાના કેરિયરની પ્રથમ સદી પણ ભારત સામે ફટકારી હતી.
 

INDvsENG: પ્રથમ અને અંતિમ ટેસ્ટમાં સદી ફટકારનાર પાંચમો બેટ્સમેન બન્યો કુક

લંડનઃ સોમવારે લંડનના ઓવલ મેદાન પર એલિસ્ટર કુકે જ્યારે રવીન્દ્ર જાડેજાના બોલ પર બાઉન્ટ્રી ફટકારી તેણે પોતાના નામે એક મોટી સિદ્ધિ નોંધાવી છે. ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેને પોતાના કેરિયરના અંતિમ ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. આ સિદ્ધિની સાથે તે પોતાના કેરિયરના પ્રથમ અને અંતિમ ટેસ્ટમાં સદી ફટકારનાર ઈંગ્લેન્ડનો પ્રથમ અને વિશ્વનો પાંચમો બેટ્સમેન બની ગયો છે. 

તે પણ સંયોગ છે કે કુકે પોતાના કેરિયરની પ્રથમ સદી પણ ભારત સામે ફટકારી હતી. 2006માં નાગપુરમાં તેણે 104 રનની અણનમ ઈનિંગ રમી હતી. તે એક જ ટીમ વિરુદ્ધ કેરિયરની પ્રથમ અને અંતિમ સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન છે. તેને પણ સંયોગ કહેવામાં આવે કે ત્રણેય વખત આ સદી લંડનના કેનિંગનટન ઓવલના મેદાન પર બની છે. 

આ ઈંગ્લેન્ડ તરફથી તેનો 33મી ટેસ્ટ સદી રહી. તે પ્રથમ ઈનિંગમાં બુમરાહની બોલિંગમાં આઉટ થઈને સદી ફટકારતા ચુકી ગયો હતો. પરંતુ પોતાના કેરિયરની અંતિમ ઈનિંગમાં તે જોશ સાથે જોવા મળ્યો અને તેણે પોતાની સદી પૂરી કરી હતી. 

પોતાના પ્રથમ અને અંતિમ બંન્ને ટેસ્ટમાં સદી ફટકારના બેટ્સમેનોમાં ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અજહરૂદ્દીન હતા. અજહરે પોતાના કેરિયરની પ્રથમ સદી ઈંગ્લેન્ડ (110) વિરુદ્ધ કોલકત્તામાં 1984માં ફટકારી હતી અને 2000માં બેંગલુરૂમાં આફ્રિકા વિરુદ્ધ 102 રન બનાવ્યા હતા. 

અન્ય ત્રણ બેટ્સમેનો ઓસ્ટ્રેલિયાના હતા. ગ્રેસચેપલ, વિલિયમ પોંસફર્ડ અને રેગિનલ્ડ ડફ ચેપલે ડેબ્યૂમાં 1970માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 108 રન બનાવ્યા અને 14 વર્ષ બાદ પોતાના કેરિયરના અંતિમ ટેસ્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ સિડનીમાં 1984માં 182 રન બનાવ્યા હતા. 

પોંસફર્ડે કેરિયરમાં 29 ટેસ્ટ મેચ રમી હતી. તેમણે 1924માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિડનીમાં 110 રન બનાવ્યા હતા. 1934માં કેનિંગ્ટન ઓવલ લંડનમાં તેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 266 રનની ઈનિંગ રમી હતી. જે તેમના કેરિયરનો સર્વોચ્ચ સ્કોર હતો. 

ડફે મેલબોર્નમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 104 રન બનાવ્યા અને 1905માં લંડનમાં 146 રનની ઈનિંગ રમી હતી. તેમની પ્રથમ અને અંતિમ બંન્ને ટેસ્ટ ઈંગ્લેન્ડ વિરુદ્ધ હતી. તે પણ સંયોગ છે કે ડફે પોતાના કેરિયરમાં માત્ર બે સદી ફટકારી હતી. તેમણે 3 વર્ષમાં 22 ટેસ્ટ મેચ રમી અને 1317 રન બનાવ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news