વિદેશ પ્રવાસ પર પત્ની-ગર્લફ્રેન્ડને સાથે રહેવા પર બીસીસીઆઈએ લીધો મહત્વનો નિર્ણય

વિરાટ કોહલીએ બીસીસીઆઈ પાસેથી આ વાતની માંગ કરી હતી કે ક્રિકેટરોને પત્ની અને ગર્લફ્રેન્ડની સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે. 

વિદેશ પ્રવાસ પર પત્ની-ગર્લફ્રેન્ડને સાથે રહેવા પર બીસીસીઆઈએ લીધો મહત્વનો નિર્ણય

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ગત વર્ષે ડિસેમ્બરમાં બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ટીમ ઈન્ડિયાના દરેક પ્રવાસ પર અનુષ્કા શર્મા વિરાટની સાથે જોવા મળતી હોય છે. વિરાટ પણ ઘણા સમયથી માંગ કરી રહ્યો છે કે વિદેશી પ્રવાસ પર ક્રિકેટરો પોતાની પત્ની કે ગર્લફ્રેન્ડની સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે. 

હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસમાં પણ અનુષ્કા શર્મા ટીમ ઈન્ડિયાની સાથે જોવા મળી હતી. તેને લઈને ઘણીવાર વિવાદ પણ થયો હતો. પરંતુ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સતત સાથે જોવા મળે છે. વિરાટ કોહલી પણ સ્વયં કોઈ માર્ગ શોધી રહ્યો છે. 

જેથી તેણે બીસીસીઆઈ પાસેથી માંગ કરી હતી કે ક્રિકેટરોને પત્ની અને ગર્લફ્રેન્ડ (WAGs)ને સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે. આખરે બીસીસીઆઈ (બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઈન્ડિયા)એ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની આ માંગનો સ્વીકાર કરી લીધો છે. જેમાં વિદેશી પ્રવાસ પર પત્ની અને ગર્લફ્રેન્ડને સાથે લઈ જવાની વાત કરી હતી. 

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર પ્રમાણે કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સે કહ્યું કે, પત્ની અને ગર્લફ્રેન્ડ હવે ક્રિકેટરોની સાથે પ્રવાસ શરૂ થયાના 10 દિવસ બાદ (બાકીના પ્રવાસ માટે) સાથે રહી શકે છે. હાલમાં કોહલીએ બીસીસીઆઈને પત્ની અને ગર્લફ્રેન્ડને સાથે લઈ જવા સંબંધિત નીતિમાં ફેરફાર માટે કહ્યું હતું. 

જૂની નીતિ અનુસાર પત્ની અને ગર્લફ્રેન્ડ પ્રવાસ પર ક્રિકેટરોની સાથે માત્ર 15 દિવસ રહી શકતી હતી. આ પહેલા બીસીસીઆઈએ 2015માં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ જેમ્સ સધરલેન્ડના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું કે પત્ની અને ગર્લફ્રેન્ડની સાથે રહેવાથી ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન ખરાબ થયું છે પરંતુ હવે નવા નિર્ણય પ્રમાણે ક્રિકેટર લાંબા પ્રવાસ પર પત્ની અને ગર્લફ્રેન્ડને સાથે રાખી શકશે. 

મહત્વનું છે કે ખેલાડીઓના મંતવ્યને જાણવા માટે સીઓએએ કોહલી, રવિ શાસ્ત્રી અને રોહિત શર્માની સાથે હૈદરાબાદમાં વેસ્ટ ઈન્ડિઝની સાથે બીજી ટેસ્ટ મેચ શરૂ થતા પહેલા બેઠક કરી હતી પરંતુ મહત્વની વાત છે કે જે ક્રિકેટરોના લગ્ન થયા નથી અને જેની ગર્લફ્રેન્ડ નથી તે ખેલાડીઓ આ નિર્ણયથી વિચલિત થશે નહીં. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news