વિશ્વકપ પહેલા અફગાનિસ્તાન બોર્ડે કેપ્ટનને હટાવ્યો, ખેલાડીઓએ રાષ્ટ્રપતિ ગનીને કરી ફરિયાદ
એક દિવસ પહેલા બોર્ડે અસગરને ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટન પદે હટાવવાનો નિર્ણય કર્યો છે. જ્યાં વનડેના કેપ્ટન માટે ગુલબદીન નાઇબનું નામ નક્કી કરવામાં આવ્યું તો, ટેસ્ટ માટે રહમત શાહ અને ટી20 માટે રાશિદ ખાનને સુકાન સોંપવાનો નિર્ણય લેવાયો છે.
Trending Photos
કાબુલઃ અફગાનિસ્તાન ક્રિકેટ બોર્ડે વિશ્વ કપના બે મહિના પહેલા ટીમના કેપ્ટન અસગર અફગાનને કેપ્ટન પદે હટાવી દીધો છે. તેના વિરોધમાં ટીમના ઘણા ખેલાડીઓએ અવાજ ઉઠાવ્યો છે. ટીમના ઓલરાઉન્ડર મોહમ્મદ નબી અને સ્પિનર રાશિદ ખાને તો દેશના રાષ્ટ્રપતિ અશરફ ગનીને આ મમલામાં હસ્તક્ષેપ કરવાની માગ કરી છે.
વિશ્વકપ પહેલા વનડેની આગેવાની નાઇબને
એક દિવસ પહેલા બોર્ડે અસગરને ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટન પદે હટાવવાનો નિર્ણય કર્યો છે. જ્યાં વનડેના કેપ્ટન માટે ગુલબદીન નાઇબનું નામ નક્કી કરવામાં આવ્યું તો, ટેસ્ટ માટે રહમત શાહ અને ટી20 માટે રાશિદ ખાનને સુકાન સોંપવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ રાશિદે ખુદ ટ્વીટ કરી અસગરને સુકાની પદેથી હટાવવાનો વિરોધ કર્યો છે.
આઈપીએલમાં રમી રહેલા રાશિદ અને નબીએ બોર્ડના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. રાશિદે પોતાના ટ્વીટમાં અફગાન રાષ્ટ્રપતિ ગનીને ટેગ કરીને લખ્યું, હું પસંદગી સમિતિના નિર્ણયથી સંપૂર્ણ રીતે અસહમત છું, કારણ કે આ સંપૂર્ણ રીતે બિનજવાબદાર અને પક્ષપાત ભર્યું છે. વિશ્વ કપ હવે અમારી સામે છે, તેવામાં અસગર અફગાન જ અમારો કેપ્ટન રહેવો જોઈએ. તેની આગેવાની ટીમની સફળતા માટે ખુબ જરૂરી છે. તેવામાં મોટી તક પહેલા સુકાન બદલવાથી અનિશ્ચિતતાનો માહોલ બનશે અને ટીમના આત્મવિશ્વાસ પર અસર પડશે.
Being a senior member of the side & having seen the rise of Afghanistan cricket @ashrafghani I don’t think it’s the right time to change the captain before the WC @afgexecutive The team has gelled really well under #Asghar & personally feel he is the right man to lead us @hmohib
— Mohammad Nabi (@MohammadNabi007) April 5, 2019
અસગરની આગેવાનીમાં અફગાન ટીમનું શાનદાર પ્રદર્શન
31 વર્ષીય અસગર 2015થી ટીમનો કેપ્ટન છે. ખાસ વાત છે કે તેને નબીને હટાવીને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જે આ સમયે તે અસગર પાસેથી કેપ્ટન પદ છીનવવાનો વિરોધ કરી રહ્યો છે. અસગરની આગેવાનીમાં અફગાનિસ્તાનની સફર ઘણી સારી રહી છે. પહેલા સારા પ્રદર્શનને કારણ ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)નું પૂર્ણ સ્ય બન્યું અને હાલમાં આયર્લેન્ડને હરાવીને પ્રથમ ટેસ્ટ વિજય મેળવ્યો હતો. આ સિવાય અસગરની આગેવાનીમાં ટીમે 2018 વિશ્વકપ ક્વોલિફાયરમાં વિન્ડીઝને હરાવીને ક્વોલિફાઇ કર્યું હતું. તેની આગેવાનીમાં ટીમે પોતાના 59 મેચોમાંથી 37 મેચોમાં જીત મેળવી છે.
With all the respect to the Selection Committee, I strongly disagree with the decision as it is irresponsible & bias. As we have @cricketworldcup in front of us, Captain #MAsgharAfghan should remain as our team Captain. His captaincy is highly instrumental for team success .(1/2)
— Rashid Khan (@rashidkhan_19) April 5, 2019
With just months to go for such a mega event like World Cup, changing the captain will cause uncertainty and also team morale will be affected. @ashrafghani @afgexecutive @hmohib( 2/2)
— Rashid Khan (@rashidkhan_19) April 5, 2019
નબીએ પોતાના ટ્વીટમાં લખ્યું, ટીમના એક સીનિયર ખેલાડી હોવાની સાથે મેં અફગાનિસ્તાન ક્રિકેટનો વિકાસ યોજો છે. અશરફ ગની જી મને નથી લાગતું કે આ કેપ્ટન બદલવાનો યોગ્ય સમય છે. અસગરની આગેવાનીમાં ટીમ સારૂ કામ કરી રહી છે અને મને વ્યક્તિગત રીતે લાગે છે કે, તે અમને યોગ્ય દિશામાં આગળ લઈ જઈ શકે છે.
ટ્રેનિંગ માટે આફ્રિકા રવાના થયા ખેલાડી
આ વચ્ચે અફગાનિસ્તાનના 23 ખેલાડીઓ વિશ્વ કપ પહેલા ટ્રેનિંગ કેમ્પ માટે દક્ષિણ આફ્રિકા રવાના થઈ ગયા છે. આ દળ વિશ્વ કપ માટે 15 ખેલાડીઓ પસંદ કરાયા પહેલા આફ્રિકામાં 6 પ્રેક્ટિસ મેચ રમશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે