નકલી હાર્દિક પંડ્યાના ગુડ નાઇટનો જવાબ આપી આમિર ખાન ફસાયો

આમિર ખાન અને મુંબઇ પોલીસના  ટ્વિટર વાતચીતમાં હાર્દિક પંડ્યા નામના એક ટ્વિટર એકાઉન્ટથી આમિરના શુભ રાત્રીનો મેસેજ લખવામાં આવ્યો. આમિર ખાને પણ તેનો જવાબ આપતા લખી દીધું -હે હાર્દિક, શુભ રાત્રી  
 

નકલી હાર્દિક પંડ્યાના ગુડ નાઇટનો જવાબ આપી આમિર ખાન ફસાયો

નવી દિલ્હી: એશિયા કપ 2018 દરમિયાન કમરમાં ઇંજા થવાને કારણે ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે આરામ કરી રહ્યો છે. ત્યારે વેસ્ટઇન્ડિઝ સામેની 4 ઓક્ટોમ્બરે રમાવનારી મેચમાં પણ તેને આરામ આપવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી મીડિયામાં તેનું નામ ન આવતા ફરી એક વાર હાર્દિક પંડ્યા ચર્ચાનો વિષય બન્યો છે. અને આ વખતે હાર્દિક પંડ્યા ચર્ચામાં આવવાનું કારણ બોલીવુડનો સુપર સ્ટાર આમિર ખાન છે.  

આમિર ખાનનું ટ્વિટર એકાઉન્ટ આ વખતે હાર્દિક પંડ્યાને ચર્ચામાં લાવવનાનું મુખ્ય કારણ બનીને સામે આવ્યુ છે. બીજા બોલીવુડ સ્ટારની જેમ આમિર ખાન પણ તેની આગમી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’નો પ્રચાર સોશિયલ મીડિયાના મારફતે કરી રહ્યો છે. ત્યારે આ અંગે આમિર હંમેશા સેલિબ્રિટીઓ દ્વારા આપવામાં આવેલી સુભેચ્છાઓના જવાબ પણ ટ્વિટર પર આપતો હોય છે. 

મુંબઇ પોલીસે આમિર ખાનની આગામી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ના ડાયલોગનો ઉપયોગ કરીને રોડ સેફ્ટી અને નિયમો અંગે જાગૃતતા લાવવા માટે કર્યો હતો. મુંબઇ પોલીસે કેપ્શન આપ્યુ કે નો પ્લેસ ફોર ઠગ્લ ઇન મુંબઇ, આમિર ખાને તેની ફિલ્મના પ્રચાર અને મુંબઇ પોલીસની આ પહેલનો જવાબ આપતુ એક ટ્વિટ કર્યુ હતું. 

આમિર ખાને તેના ટ્વિટર પરથી લખ્યું કે આમતો તમારો સ્વભાવ શંકા કરવાનો છે, દિવસ અને સખત મહેનત કરો છો, અમને તમારા પર વિશ્વાસ છે, અને અંતમાં લખ્યું કે સન્માન.. આમિર ખાન અને મુંબઇ પોલીસની ટ્વિટર પરની આ વાતચીતમાં હાર્દિક પંડ્યા નામના એક એકાઉન્ટ પરથી આમિરખાને શુભરાત્રી લખવામાં આવ્યું અને આમિર તેનો જવાબ આપ્યો-હે હાર્દિક શુભ રાત્રી! 

આમિર ખાનની નકલી હાર્દિક પંડ્યાનો જવાબ આપતા ટ્વિટર યુઝર્સે આમિર ખાનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ હતું. આમીરના ચાહકોએ ટ્વિટર પર માજાક કરવાનું શરૂ કરી દીધુ. અને સાથે જ કહ્યુ કે તેમની ટ્વિટનો પણ આમિર ખાને જવાબ આપે 

મહત્વનું છે, કે એશિયા કપ દરમિયાન ભારત-પાક વચ્ચે ચાલી રહેલી મેચમાં થોડી ઓવર નાખ્યા બાદ હાર્દિક પંડ્યા કમર પકડીને મેદાન પર જ સુઇ ગયો હતો. હાર્દિક તે બાદ ઉઠી શક્યો નહિ અને સ્ટ્રેચર પર સુવડાવીને તેને મેદાન પરથી બહાર લાવવામાં આવ્યો હતો. 

ત્યાર બાદ બીસીસીઆઇએ ટ્વિટ કરીને જાણકારી આપી કતે હાર્દિકની કમરમાં ઇજા થઇ છે, બીસીસીઆઇ દ્વારા આપાવામાં આવેલા નિવેદનમાં કહ્યું કે, હાર્દિકને કમરના નીચેના ભાગમાં ઇજા થઇ છે અને તેની સ્થિતિને મેડિકલની ટીમ જોઇ રહી છે.

લગાન, મંગલ પાંડે, ધ રાઇજિંગ જૈસી જેવી ઐતિહાસિક ફિલ્મો કર્યા બાદ આમિર ખાને કહ્યું કે, મારા માટે ફિલ્મની સ્ટોરી મહત્વની છે. એનાથી કોઇ પણ ફર્ક નથી પડતો કે આ કઇ ઉમરના લોકો પર આધારિત છે. વધુમાં તેણે કહ્યુ કે, મે વાસ્તવમાં ફિલ્મ ઉદ્યોગમાં ઠગ્સ ઓફ હિન્દુસ્તાન જેવી ફિલ્મ નથી જોઇ. તેના પાત્રોએ મને એક નવો અનુભવ આપ્યો છે, અને આ ફિલ્મ 8 નવેમ્બરે રીલીઝ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news