Holi 2023: 7 કે 8 માર્ચ? કન્ફ્યુઝ ના થશો! અહીં જાણો યોગ્ય તારીખ અને હોળીકા દહનનું મુહૂર્ત
Holi 2023: આ વર્ષે હોળીનો તહેવાર 08 માર્ચે છે કે 07 માર્ચે? પ્રદોષ કાલ મુહૂર્તમાં ફાગણ પૂર્ણિમાના દિવસે હોળીકા દહન કરવામાં આવે છે. ધુળેટી બીજા દિવસે ઉજવવામાં આવે છે. આવો જાણીએ ક્યારે છે હોળીકા દહન..
Trending Photos
Holi 2023: આ વર્ષે હોળીનો તહેવાર 8 માર્ચના રોજ કે 7 માર્ચે છે? રંગોની હોળી ફાગણ પૂર્ણિમાના બીજા દિવસે એટલે શુક્લ પક્ષની પ્રતિપ્રદાએ ઉજવવામાં આવે છે અને ફાગણ પૂર્ણિમા પ્રદોષ કાળ મુહૂર્તમાં હોલિકા દહન થાય છે. લોકોમાં હોળીની તારીખને લઇ કન્ફ્યુઝન છે. કોઈને હોળી પર ઘરે જવા માટે ટ્રેનની ટિકિટ બુક કરાવવાની છે તો કોઈને સ્પેશિયલ તૈયારી કરવાની છે.
હોલિકા દહન 2023 ક્યારે છે?
હિંદુ કેલેન્ડર મુજબ, ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ 06 માર્ચે સાંજે 04:17 PM થી શરૂ થશે અને પૂર્ણિમાની તારીખ 07 માર્ચે સાંજે 06:09 PM પર સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, ઉદયતિથિની માન્યતા અનુસાર ફાગણ પૂર્ણિમા 07 માર્ચે છે, તેથી હોલિકા દહન 07 માર્ચે છે. આ દિવસે હોલિકા દહનનો શુભ સમય સાંજે 06:24 થી 08:51 સુધીનો રહેશે.
આ પણ વાંચો:
ઉનાળાની ઋતુમાં આ ટિપ્સ અપનાવીને તમે તમારી બાઇકની સંભાળ રાખી શકો છો
ફોન બોમ્બની જેમ ફૂટે છે! એક વ્યક્તિનું મૃત્યુ, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલો?
ટુ વ્હીલર ચલાવતી વખતે આ સેફ્ટી ટિપ્સ કરો ફોલો, અકસ્માતનું જોખમ થશે ઓછું
હોળીકા દહનની સામગ્રી
હોળીકા દહનની પૂજા અમુક વિશેષ વસ્તુઓ વગર અધૂરી માનવામાં આવે છે. તેથી પૂજા પહેલા આ વસ્તુઓની વ્યવસ્થા અવશ્ય કરી લો. જેમાં એક વાડકી પાણી, ગાયના છાણની માળા, રોલી, અક્ષત, અગરબતી, ફળ, ફૂલ, મિઠાઈ, હળદરના ટુકડા, મગની દાળ, પતાશા, ગુલાલ પાઉડર, નારિયેળ, આખુ અનાજ વગેરે હોવુ જોઈએ.
પૂજા વિધિ
પૂજા વિધિ સૌ પ્રથમ સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યારબાદ પૂજાની તમામ સામગ્રી પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ રાખીને થાળીમાં રાખો. પછી ભગવાન ગણેશ, મા દુર્ગા, હનુમાનજી, ભગવાન નરસિંહ, ભગવાન ગિરિરાજ અને રાધા-રાધીને યાદ કરો. પછી પૂજાની થાળી તેમને અર્પણ કરો અને તમારા અને તમારા પરિવાર માટે સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરો. ત્યારબાદ હોલિકા યવાણીના લાકડા પર અક્ષત, ધૂપ, ફૂલ, મગની દાળ, હળદરના ટુકડા, નારિયેળ અને ગાયના છાણથી બનેલી માળા અર્પણ કરો. અને પછી તેને આગ લગાડો અને તેની આસપાસ પરિક્રમાં કરો. હોલિકા અગ્નિમાં જળ અર્પણ કરો. આરતી કરો અને અગ્નિને નમન કરો.
8 માર્ચ 2023 ધુળેટી
2023માં હોલિક દહન 7 માર્ચ 2023ના રોજ કરવામાં આવશે. અને બીજા દિવસે 8 માર્ચ 2023 ના રોજ ધુળેટી રમવામાં આવશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે zee24kalak કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ જરુર લેવી જોઈએ.)
આ પણ વાંચો:
માર્ચ મહિનામાં શનિનું ઉદય થવું અને ગુરુનું અસ્ત થવું આ 4 રાશિના લોકો માટે લાભકારક
સસ્તા ભાવે સોનું વેચી રહી છે સરકાર, ફક્ત આ લોકો તેને ખરીદી શકશે; જાણો કયા ભાવે મળશે?
આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ખાસ, જાણો તમારૂં રાશિફળ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે