માધ પૂર્ણિમા પર આજે આટલું કરવાથી થશે મોટો ફાયદો

 હિન્દુ ધર્મમાં માધ પૂર્ણિમાનું બહુ જ મહત્વ છે. શાસ્ત્રોમાં માધ સ્નાન અને વ્રતની મહિમા બતાવાઈ છે. આ વખતે માધ પૂર્ણિમા પર અર્ધ્ય કુંબનો પણ સંયોગ બની રહ્યો છે. માધ પૂર્ણિમાના દિવસે આજે કુંભમાં સ્નાન કરવામાં આવે છે. આમ તો માધની પ્રત્યેક તિથી પુણ્યપર્વ છે. પરંતુ તેમાં માધ પૂર્ણિમાનું વિશેષ મહત્વ બતાવ્યું છે. માધ પૂર્ણિમાના દિવસે જ સંગમ સ્થળ પર એક મહિના સુધી કલ્પવાસ કરનારા તીર્થવાસીઓને આજની તિથિનું વિશેષ પર્વ છે. માધ પૂર્ણિમાનું એક માસનું કલ્પવાસ આજે પૂરુ થઈ રહ્યું છે. 

માધ પૂર્ણિમા પર આજે આટલું કરવાથી થશે મોટો ફાયદો

નવી દિલ્હી : હિન્દુ ધર્મમાં માધ પૂર્ણિમાનું બહુ જ મહત્વ છે. શાસ્ત્રોમાં માધ સ્નાન અને વ્રતની મહિમા બતાવાઈ છે. આ વખતે માધ પૂર્ણિમા પર અર્ધ્ય કુંબનો પણ સંયોગ બની રહ્યો છે. માધ પૂર્ણિમાના દિવસે આજે કુંભમાં સ્નાન કરવામાં આવે છે. આમ તો માધની પ્રત્યેક તિથી પુણ્યપર્વ છે. પરંતુ તેમાં માધ પૂર્ણિમાનું વિશેષ મહત્વ બતાવ્યું છે. માધ પૂર્ણિમાના દિવસે જ સંગમ સ્થળ પર એક મહિના સુધી કલ્પવાસ કરનારા તીર્થવાસીઓને આજની તિથિનું વિશેષ પર્વ છે. માધ પૂર્ણિમાનું એક માસનું કલ્પવાસ આજે પૂરુ થઈ રહ્યું છે. 

પૂર્ણિમાના સ્નાનનું મહત્વ
માધ માસની પૂર્ણિમા તીર્થસ્થળોમાં સ્નાન-દાનાદિ માટે પરમ ફળ આપનારી બતાવવામાં આવી છે. તીર્થરાજ પ્રયાગમાં આ દિવસે સ્નાન, દાન, ગૌદાન અને યજ્ઞનું વિશેષ મહત્વ હોય છે. માધ પૂર્ણિ પર ગંગા સ્નાનથી મોક્ષ પ્રાપ્તિ થાય છે. ગંગા સ્નાન બાદ ભગવાન શિવ અને વિષ્ણુની પૂજા કરવી જોઈએ. એવી માન્યતા છે કે, આ દિવસે વસ્ત્ર, અનાજ વગેરેનું દાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. પિત્તરોને શ્રાદ્ધ કરાવવાથી તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે. 

આજે પૂરો થશે કલ્પવાસ
પ્રયાગરાગમાં ગંગા-યમુના અને અદ્રષ્ય સરસ્વતીના સંગમ સ્થળ પર કલ્પવાસની પરંપરા આદિકાળથી ચાલી આવે છે. તીર્થરાજ પ્રયાગમાં સંગમની નજીક હિન્દુ માઝ મહિનામાં કલ્પવાસ કરવામાં આવે છે. પૌષ પૂર્ણિમાથી કલ્પવાસનો આરંભ થાય છે અને માધ પૂર્ણિમાની સાથે પૂરુ થાય છે. માધ પૂર્ણિમાના દિવસે સ્નાનની સાથે જ આ કલ્પવાસ પૂરો થાય છે. 
 
સ્નાન બાદ શુ કરે છે કલ્પવાસી
આ પુણ્યતિથિને તમામ કલ્પવાસી ગૃહસ્થ વહેલી સવારે ગંગા સ્નાન કરીને ગંગા માતાની આરતી અને પૂજા કરે છે. સ્નાન બાદ કલ્પવાસી પોતપોતાની કુટિરમાં જઈને હવન કરે છે. બાદમા સાધુ, સન્સાયીઓ, બ્રાહ્મણો અને ભિક્ષુકોને ભોજન કરાવીને સ્વંય ભોજન કરે છે અને કલ્પવાસ માટે રાખવામાં આવેલી ખાણીપીણીની વસ્તુઓ, જે પણ કંઈ બચે છે તેને દાન કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news