સાચવજો! તમારી પાસે ના હોય તો પણ ફ્રીમાં ના લેશો આ વસ્તુઓ, ગરીબી અને બિમારી કરી જશે ઘર

Vastu Tips for Money: તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે નહીં તો માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે અને જીવનમાં ઝડપથી ગરીબી છવાય જાય છે. વારંવાર ધન હાનિ થાય છે, પ્રગતિના માર્ગ બંધ થઇ જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા જરૂરી નિયમ પણ છે, જેની અવગણના કરવી જીવન પર ભારે પડી શકે છે.

સાચવજો! તમારી પાસે ના હોય તો પણ ફ્રીમાં ના લેશો આ વસ્તુઓ, ગરીબી અને બિમારી કરી જશે ઘર

Vastu Tips for Money: તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે નહીં તો માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે અને જીવનમાં ઝડપથી ગરીબી છવાય જાય છે. વારંવાર ધન હાનિ થાય છે, પ્રગતિના માર્ગ બંધ થઇ જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા જરૂરી નિયમ પણ છે, જેની અવગણના કરવી જીવન પર ભારે પડી શકે છે. એવો જ એક નિયમ છે કેટલીક વસ્તુઓને મફતમાં સ્વિકાર ન કરવી જોઇએ. આ વસ્તુઓમાં ફ્રીમાં લેશો નહી. જો આ વસ્તુ ફ્રીમાં લેશો તો તેનાથી મોટો વાસ્તુ દોષ પેદા થાય છે. 

તેલ
શનિના કષ્ટોમાંથી રાહત મેળવવા માટે તેલનું દાન કરવું અથવા શનિ દેવને તેલ અર્પિત કરવું ખૂબ જ અસરકારક ઉપાય ગણવામાં આવે છે. તો બીજી તરફ કોઇ પાસેથી મફતમાં તેલ લેવું મુશ્કેલીમાં મુકી શકે છે. આમ કરવાથી તમને આર્થિક નુકસાન થઇ શકે છે, તમે પૈસાની અછતનો શિકાર થઇ શકો છો.

રૂમાલ
કોઇનો રૂમાલ ઉપયોગ કરવો અથવા ભેટમાં રૂમાલ લેવો મોટા નુકસાનનું કારણ બની શકે છે. ફ્રીમાં લેવામાં આવેલા રૂમાલનો ઉપયોગ કરવા સંબંધિત વ્યક્તિ સાથે ઝઘડાનું કારણ બની શકે છે. તેનાથી સંબંધ તૂટી શકે છે. 

મીઠું
વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના અનુસાર મીઠાનો સંબંધ શનિ સાથે હોય છે. જો કોઇ મફતમાં મીઠાનો ઉપયોગ કરવામાં આવે તો તે વ્યક્તિ પર દેવું વધે છે. તેને ઘણી બિમારીઓ ઘેરી લે છે અને જોતજોતામાં તેમની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે. 

સોંઇ
ક્યારેય પણ કોઇ પાસેથી સોંઇ મફતમાં ન લો. આમ કરવાથી સંબંધો ખરાબ થઇ શકે છે. મફતમાં લેવામાં આવેલી સોઇનો ઉપયોગ કરવાથી લગ્નજીવન અને પ્રેમ સંબંધો પર ખરાબ અસર પડી શકે છે. સાથે જ આર્થિક નુકસાન પણ થાય છે. જોકે સોંઇનો ખરીદે જ ઉપયોગ કરો. 

લોખંડ
લોખંડનો સંબંધ પણ શનિ સાથે છે. કુંડળીમાં શનિ અશુભ હોય તો શનિ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરવું જોઇએ. જેથી મુસીબતોમંથી છુટકારો મળી શકે. તો બીજી તરફ ફ્રીમાં કોઇ પાસેથી લોખંડ અથવા લોખંડમાંથી બનેલી વસ્તુ લેવી જાતે જ મુસીબતને આમંત્રણ આપવા જેવું છે. આ ઘરમાં ગરીબી, જીવનમાં વિઘ્ન, તણાવ વગેરેનું કારણ બની શકે છે.

(Disclaimer:અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news