સૂર્યના 'ઘર'માં જબરદસ્ત ધમાલ મચાવશે આ 3 ગ્રહ, આ 4 રાશિવાળાના ત્યાં સોના-ચાંદીથી તિજોરીઓ છલકાશે, ધન ઉભરાશે

Trigrahi Yog In Leo 2023: જ્યોતિષ શાસ્ત્ર મુજબ 25 જુલાઈ 2023ના રોજ બુધ ગ્રહે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો હતો. સિંહ રાશિને સૂર્યના સ્વામિત્વવાળી રાશિ ગણવામાં આવે છે. આ દરમિયાન સૂર્યની આ રાશિમાં મંગળ, બુધ અને શુક્રની યુતિ બની રહી છે. સિંહમાં આ રીતે ત્રિગ્રહી યોગ બની રહ્યો છે.

સૂર્યના 'ઘર'માં જબરદસ્ત ધમાલ મચાવશે આ 3 ગ્રહ, આ 4 રાશિવાળાના ત્યાં સોના-ચાંદીથી તિજોરીઓ છલકાશે, ધન ઉભરાશે

Trigrahi Yog In Leo 2023: વૈદિક જ્યોતિષ મુજબ કોઈ પણ ગ્રહની ચાલમાં પરિવર્તન તમામ રાશિના જાતકોને પ્રભાવિત કરે છે. આ પ્રભાવ શુભ અને અશુભ બંને પ્રકારે જોવા મળતો હોય છે. કેટલાક ગ્રહો રાશિ મુજબ જાતકોને શુભ પરિણામ આપે છે તો કેટલાક ગ્રહો નકારાત્મક અસર દેખાડે છે. હિન્દુ પંચાગ મુજબ એક જ રાશિમાં 3 ગ્રહોની યુતિથી થવાથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થાય છે. અત્રે જણાવવાનું કે શાસ્ત્રોમાં આ ત્રિગ્રહી યોગને ખુબ જ દુર્લભ ગણવામાં આવ્યો છે. જેનો પ્રભાવ  તમામ રાશિના જાતકોના જીવન પર જોવા મળશે. 

જાણો કઈ રાશિમાં બની રહ્યો છે આ યોગ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ 25 જુલાઈ 2023ના રોજ બુધ ગ્રહે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો હતો. સિંહ રાશિને સૂર્યના સ્વામિત્વવાળી રાશિ ગણવામાં આવે છે. આ દરમિયાન સૂર્યની આ રાશિમાં મંગળ, બુધ અને શુક્રની યુતિ બની રહી છે. સિંહમાં આ રીતે ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ 50 વર્ષ બાદ સિંહ રાશિમાં બુધ, મંગળ અને શુક્રની યુતિ બની રહી છે. આવામાં સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગની યુતિ બનવાથી આ રાશિવાળાને ખુબ લાભ થશે. 

મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગ બનવાથી મેષ રાશિવાળીને શુભ ફળની પ્રાપ્તિ થશે. આ દરમિયાન આ રાશિવાળાના જીવનમાં ખુશીઓ આવશે. સામાજિક સ્તર પર લોકોનો સહયોગ મળશે. જ્યારે ઓફિસમાં પણ સાથીઓનો લાભ મળશે. આ સાથે જ નોકરી અને વેપારમાં જાતકોને આર્થિક લાભ થશે. 

કુંભ રાશિ
અત્રે જણાવવાનું કે સિંહ રાશિમાં ત્રણ ગ્રહોનું એક સાથે આવવું એ કુંભ રાશિવાળાને પણ સકારાત્મક પરિણામ આપશે. આ સમય દરમિયાન અધૂરા કામ પૂરા થવામાં મદદ મળશે. જ્યારે લાભ કમાવવા માટે પણ આ સમય અનુકૂળ છે. આવામાં તમારા કામમાં સુધારો કરો. તેનાથી તમને ભવિષ્યમાં લાભ થશે. જો તમે ભાગીદારીમાં વેપાર કરતા હોવ તો સતર્ક રહેવાની જરૂર છે. સહયોગીઓનો સાથ મળશે. 

સિંહ રાશિ
મંગળ, બુધ અને શુક્રની યુતિ આ જ રાશિમાં બની છે. આવામાં આ સમય આ રાશિવાળા માટે ખુબ જ અનુકૂળ રહેવાનો છે. આ સમય સિંહ રાશિવાળા માટે વિશેષ ફળપ્રાપ્તિનો રહેશે. જીવનમાં ખુશીઓ આવશે. લગ્ન જીવન અને કૌટુંબિક જીવન ખુશહાલ રહેશે. વેપારમાં સારા લાભ થવાની શક્યતા છે. 

તુલા રાશિ
ત્રણ ગ્રહોનો આ દુર્લભ સંયોગ તુલા રાશિવાળા માટે લાભદાયી રહેશે. આ દરમિયાન તુલા રાશિવાળાને પરેશાનીઓથી છૂટકારો મળશે. ત્રિગ્રહી યોગ ધનલાભ પણ કરાવશે. નોકરીમાં આવક વૃદ્ધિ અને પદોન્નતિના પ્રબળ યોગ બની રહ્યા છે. પરિવારમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ સાથે જ જલદી વિવાહના યોગ પણ બની રહ્યા છે. અપરણિતોના જલદી વિવાહ થશે.

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news