Lunar Eclipse 2023: 28 ઓક્ટોબરે ભારતમાં કયા સમયે દેખાશે ચંદ્રગ્રહણ અને ક્યારથી શરુ થશે સૂતક, જાણો બધું જ
Lunar Eclipse 2023: શરદ પૂર્ણિમાની રાત્રે થનારું વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ખૂબ જ ખાસ છે. આ વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ મેષ રાશિમાં થશે. વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબર શનિવારના રોજ મોડી રાત્રે 1:05 થી 2:24 સુધી ચાલશે. એટલે કે આ ગ્રહણ 1 કલાક 18 મિનિટ સુધી ચાલશે.
Trending Photos
Lunar Eclipse 2023: ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ એ મહત્વપૂર્ણ ખગોળીય ઘટનાઓ છે. ગ્રહણને જ્યોતિષશાસ્ત્રમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધર્મગ્રંથોમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનો સમય શુભ કાર્યો માટે અશુભ માનવામાં આવે છે. તેથી જ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ દરમિયાન પૂજા પાઠ કરવામાં આવતા નથી. આ દિવસે મંદિરોમાં પણ પૂજા થતી નથી અને ગ્રહણ દરમિયાન મંદિરના દરવાજા બંધ રાખવામાં આવે છે. આ સિવાય એવા ઘણા કાર્યો છે જેને ગ્રહણ દરમિયાન કરવાની મનાઈ હોય છે. આગામી 28 ઓક્ટોબરે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે.
ભારતમાં ક્યારે જોવા મળશે ચંદ્રગ્રહણ
આ પણ વાંચો :
શરદ પૂર્ણિમાની રાત્રે થનારું વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ખૂબ જ ખાસ છે. આ વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ મેષ રાશિમાં થશે. વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબર શનિવારના રોજ મોડી રાત્રે 1:05 થી 2:24 સુધી ચાલશે. એટલે કે આ ગ્રહણ 1 કલાક 18 મિનિટ સુધી ચાલશે. આ સમયે ગ્રહણ સમગ્ર ભારતમાં દેખાશે તેથી તેનો સુતક કાળ પણ માન્ય રહેશે. ચંદ્રગ્રહણનું સૂતક ભારતીય સમય અનુસાર સાંજે 4.05 કલાકથી શરૂ થઈ જશે.
આ દેશોમાં પણ દેખાશે ચંદ્રગ્રહણ
ભારત સિવાય આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, સમગ્ર એશિયા, યુરોપ, આફ્રિકા, દક્ષિણ-પૂર્વ અમેરિકા, ઉત્તર અમેરિકા, કેનેડા, બ્રાઝિલ અને એટલાન્ટિક મહાસાગરમાં પણ જોવા મળશે. ખાસ વાત એ છે કે આ ચંદ્રગ્રહણ ભારતમાં શરૂઆતથી અંત સુધી જોવા મળશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે