હળદર ચંદનના આ ટોટકા છે અચૂક, ચોક્કસ થાય છે ફાયદો અને જીવનના કષ્ટ થાય છે દૂર
Guruvar Upay: ગુરુવારના દિવસે અલગ અલગ સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે કેટલાક ઉપાયો કરી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાયો અચૂક હોય છે અને ગુરુવારના દિવસે તેને કરવાથી તુરંત લાભ થાય છે.
Trending Photos
Guruvar Upay: ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે વિધિ વિધાનથી લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે છે. ગુરુવારના દિવસે અલગ અલગ સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે કેટલાક ઉપાયો કરી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાયો અચૂક હોય છે અને ગુરુવારના દિવસે તેને કરવાથી તુરંત લાભ થાય છે.
આ પણ વાંચો:
ગુરૂવારના દિવસે કરો આ ઉપાય
- જો પરિવારમાં એકબીજા સાથે ઝઘડો વધારે થતો હોય અને કલેશ રહેતો હોય તો ગુરુવારના દિવસે સફેદ ચંદનને ઘસી અને તેની પેસ્ટ બનાવો. ત્યાર પછી આ ચંદન થી પરિવારના સભ્યોના માથા પર તિલક કરો. નિયમિત રીતે આમ કરવાથી પરિવારનો કલેશ દૂર થાય છે.
- જો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તો જે વ્યક્તિ બીમાર રહેતી હોય તેના વજન બરાબર ઘઉં કે જવ લેવા. ત્યાર પછી થોડા ઘઉંને તેમાંથી અલગ કાઢીને પાણીમાં પ્રવાહિત કરી દેવા. અને બાકી બચેલા બધા જ ઘઉં ને કોઈ ધાર્મિક સ્થળ પર દાન કરી દેવા.
- જો કારકિર્દીમાં સફળતા મેળવવી હોય કે નોકરીમાં પ્રમોશનની ઈચ્છા પૂરી કરવી હોય તો શિંગોડાનો લોટ લાવી તેની રોટલી બનાવીને તેના ઉપર બે મૂળા રાખી કોઈ મંદિરમાં મૂકી દો.
- જો જીવનમાં આર્થિક સમસ્યાઓ ચાલતી હોય તો પરિવારના દરેક વ્યક્તિના હાથમાં એક કાચું નાળિયેર આપવું અને દસ મિનિટ પછી તેને લઈને જલમાં પ્રવાહિત કરી દેવા. સાથે જ આર્થિક સમસ્યાથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરવી.
- બાળકોની કારકિર્દીમાં સફળતા મળે તે માટે થોડી મસૂરની દાળ લેવી અને તેમાં એક રૂપિયાનો સિક્કો મૂકવો. બંને વસ્તુને સફેદ રંગના કપડામાં બાંધી બાળકના હાથનો સ્પર્શ કરાવીને આ પોટલી કોઈ સફાઈ કર્મચારીને આપી દેવી.
- ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરવા માટે અને મનોકામના પૂર્તિ માટે આ દિવસે મંદિરમાં ચણાની દાળનું દાન કરવું. આ સિવાય જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે તે માટે બૃહસ્પતિદેવનો મંત્ર ઓમ એમ કલીં બૃહસ્પતેય નમઃ 108 વખત બોલવો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે